ઉદય રંજન/અમદાવાદ :આજકાલ ડિજિટલ પેમેન્ટ ના યુગમાં મોટાભાગે લોકો કાર્ડ સ્વાઈપ કરાવી પેમેન્ટ કરતા હોય છે. પણ આ પેમેન્ટ કરતા સમયે લોકોએ તકેદારી રાખવી જરૂરી બન્યું છે. તેમાં ખાસ હોટલમાં કોઈ પણ કર્મચારી પર ભરોસો રાખ્યા વગર ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. અમદાવાદની ગુજરાત કોલેજ પાસે આવેલી એક હોટલના ફ્રન્ટ ડેસ્ક મેનેજરે ગ્રાહકો સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. મેનેજરે પોતાનું જ કાર્ડ સ્વાઈપ મશીન વસાવી ગ્રાહકોના કાર્ડ ચેકઆઉટ દરમિયાન પોતાના મશીનમાં ક્લોન કરી લીધા અને નાણાં ટ્રાન્સફર કરી લીધા હતા. ત્યારે ગ્રાહકના કાર્ડ ક્લોનિંગ કરીને રૂપિયા ટ્રાન્સપર કરવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. એક આરોપી દિલ્હીથી પકડાયો છે, અને બીજો અમદાવાદથી.... 


 આ પણ વાંચો : સુરતમાં ભાજપના નેતાના ઘરે પડ્યા IT ના દરોડા, કરોડોના ભ્રષ્ટાચાર વિશે PM મોદીને કરી હતી ટ્વીટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોટલનો ફ્રન્ટ ડેસ્ક મેનેજર કરતો હતો કાર્ડ ક્લોન 
અમદાવાદની હોટલ ફોર પોઇન્ટ્સ બાય સેરાટોનના મેનેજરને તેમની હોટલના ફાયનાન્સ ડિપાર્ટમેન્ટના તન્મય મોહંતીને એક પ્રાઇવેટ બેંકમાંથી ફોન આવ્યો હતો. જેમા બેંકે જણાવ્યું કે, તેમની હોટલમાં રોકાયેલ શેખ અમરુદ્દીન અને નિમિશ નાહરના એટીએમ કાર્ડ ક્લોન થયા છે. તેમજ શંકાસ્પદ વ્યવહારો જણાયા છે. આ બંને મહેમાનો હોટલમાં રોકાયા અને બાદમાં ચેકઆઉટ કર્યું ત્યારે સિસ્ટમ પ્રમાણે હોટલના ફ્રન્ટ ડેસ્ક પર આવીને સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ ફ્રન્ટ ડેસ્ક મેનેજરની હાજરીમાં બિલ ચૂકવણી કરતા હતા. આ શંકાસ્પદ વ્યવહારોની તપાસ બાબતે સીસીટીવી જોયા તો ત્યાં ફ્રન્ટ ડેસ્ક પર કામ કરતા દિગ્વિજયસિંહ સિંગ ડ્યુટી પર હતા. તેઓ પાસે હોટલનું પેમેન્ટ ટર્મિનલ મશીન અને ઉપરાંત પોતાનું ગેરકાયદે મશીન પણ હતું. 


 આ પણ વાંચો : જિંદગીથી કંટાળીને આત્મહત્યા કરતા લોકોએ અહી એકવાર મુલાકાત કરવાની જરૂર છે 


હોટલના મશીનમાં કાર્ડ નાંખી ચેડા કર્યાં 
તપાસ કરી તો જે ગ્રાહકો ચેકઆઉટ કરતા હતા તેમના કાર્ડ લઈને દિગ્વિજયસિંહએ પહેલા પોતાનું ગેરકાયદે મશીન હતું. તેમના કાર્ડ સ્વાઈપ કરી 40 હજારથી વધુની રકમ મેળવી લીધી અને બાદમાં હોટલના મશીનમાં કાર્ડ નાખી ચેડાં કર્યા હતા. આ અંગે હોટલના સત્તાધીશે સાયબર ક્રાઇમમાં અરજી આપતા પોલીસે દિગ્વિજયસિંહ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.  ત્યારે સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને પકડી પાડ્યા છે.  


 આ પણ વાંચો : દેવુ વધી જતા સુરતના હીરાના વેપારીએ ઓફિસમાં જ મોત વ્હાલુ કર્યું


સુરતનો શખ્સ આપતો હતો કાર્ડ ક્લોનિંગના ડેટા 
અમદાવાદ હોટેલમાંથી ગ્રાહક ના કાર્ડ ક્લોનિંગ કરી પૈસા ટ્રાન્સફર કરી લેવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે બે આરોપીઓની ધરપકડ કરી છે. એક આરોપીની દિલ્હીથી ધરપકડ કરી છે. તો બીજો આરોપી અમદાવાદનો છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં હોટલ ફોર પોઇન્ટ્સ બાય સેરાટોન મેનેજરે ગ્રાહકના રૂપિયા  કાર્ડ મારફતે ટ્રાન્સફર કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસ તપાસમાં ખૂલ્યું કે, આ ગેંગએ અમદાવાદ, બેલગાવ, આગ્રા, ગોવા સહિતની દેશની અન્ય હોટેલોમાં કાર્ડ સ્વેપનો ખેલ ખેલ્યો હતો. સાયબર ક્રાઇમ બ્રાન્ચે દિગ્વિજયસિંગ અને દિલ્હીના યુવરાજસિંગની ધરપકડ કરી છે. કાર્ડ ક્લોનિંગના ડેટા આરોપીઓને સુરતનો અતુલ નામનો શખ્સ આપતો હતો.