યાત્રીગણ ધ્યાન આપો...આ ગેંગ ટ્રેનમાં મુસાફરોના સામાનની કરે છે ચોરી! તમારી સાથે પણ થઈ શકે છે આવો `કાંડ`
તેજસ રાજધાની ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની રેલ્વે સ્ટેશન પર નજર ચૂકવીને તેમને ભીડનો શિકાર બનાવી ગેંગ ચોરી કરતી હતી. રેલવે વડોદરા પોલીસ યુનિટે ચોકડી ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પ્રશાંત ઢીવરે/સુરત: રેલવેમાં લક્ઝરીયસ ટ્રેનમાં મુસાફરી કરનાર યાત્રીઓને ટાર્ગેટ કરતી ચોરી કરતી ચોકડી ગેંગ ને રેલ્વે પોલીસે ઝડપી પાડી છે. તેજસ રાજધાની ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની રેલ્વે સ્ટેશન પર નજર ચૂકવીને તેમને ભીડનો શિકાર બનાવી ગેંગ ચોરી કરતી હતી. રેલવે વડોદરા પોલીસ યુનિટે ચોકડી ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ઓગસ્ટ મહિનામાં એક પછી એક સિસ્ટમ સક્રીય થશે: કઈ તારીખ સુધી મેઘો ગુજરાતમાં કરશે તાંડવ?
પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી 50 હજારની રોકડ કબજે કરી છે. તેમજ સુરત રેલ્વે પોલીસના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ચોકડી ગેંગે કરેલી ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.આ ગેંગ મુસાફરની ઘેરીને તેને ધક્કા મૂકી કરી ભીડનું શિકાર બનાવતી અને પછી એક વ્યક્તિ નજર ચૂકવીએ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા હતા.
'નાયક' ફિલ્મના અનિલ કપૂર બની રહ્યા છે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ,સીધી અહી કરો ફરિયાદ
લક્ઝુરિયસ ટ્રેનોમાં મુસાફરી કરનાર યાત્રીઓ પણ હવે સુરક્ષિત રહ્યા નથી. ચોરોની કેટલીક ગેંગ લક્ઝુરિયસ ટ્રેનોમાં મુસાફરી કરનાર મુસાફરોને ટાર્ગેટ કરી તેમની સાથે ચોરીઓ કરી રહી છે. આવી જ એક ચોકડી ગેંગ વડોદરા રેલવે યુનિટે ઝડપી પડી છે. સુરત રેલ્વે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં મુસાફરો અવરજવર કરતા હોય છે. આ દરમ્યાન મુસાફરોના સમાન તેમજ રોકડ રકમ ચોરી થવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી હતી.ત્યારે રેલવે પોલીસે બાતમીના આધારે સઈદખાન ઉર્ફે આસિફ ઉર્ફે ચૂહા નજીરખાન પઠાણ, સેહજાદઅલી ઉર્ફે રાજા સૈયદ અલી સૈયદ, તાલીફ ઉર્ફે મસાલા રૂબાબ મન્સૂરી અને ધર્મેન્દ્ર ઉર્ફે ધમુ સજ્જન ખલસેને રેલ્વે પોલીસ વડોદરા યુનીટે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર
પોલીસે ઝડપી પડેલ ચારેવ આરોપીઓ પાસેથી 50 હજારની રોકડ કબજે કરી હતી. પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ રેલવે સ્ટેશન પર ચોકડી ગેંગ તરીકે ઓળખાઈ રહી છે. જેમાં ચાર આરોપીઓની આગેંગ સાથે મળીને મુસાફરો સાથે ચોરીને અંજામ આપે છે. એટલું જ નહીં ચોકડી ગેંગ લક્ઝુરિયસ ટ્રેનો જેવી કે રાજધાની, તેજસ, જેવી ટ્રેનોમાં મુસાફરી કરનાર મુસાફરોને જ ખાસ ટાર્ગેટ કરે છે.
જૂનાગઢમાં ઘોડિયામાં પોઢેલી 6 માસની બાળકી ગુમ; 400 મીટર દુર નદીમાં ફેંકી, થયો ખુલાસો
ગત 25 જુલાઈના રોજ આરોપીઓએ સાથે સુરત રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નબર 1 ઉપરથી દિલ્હી તરફ જતી તેજસ રાજધાની ટ્રેનમાં ચડતા એક પેસેન્જરના ખિસ્સામાંથી રૂપિયા ચોરી કરી લીધા હતા. આ મામલે પોલીસે તપાસ કરતા ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ આ ઘટના કેદ થઇ હતી. તેમજ પોલીસ તપાસમાં સુરત રેલ્વે પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો.
ફાતિમા બનતા અંજૂ પર પાકિસ્તાનમાં ગિફ્ટનો વરસાદ, ભેટમાં મળ્યો ફ્લેટ-પ્લોટ
ડી.એચ ગોરે જણાવ્યું હતું કે તેજસ રાજધાની ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને આજે ટાર્ગેટ કરે છે. સુરતમાંથી પણ આવી એક ફરિયાદ નોધાઇ હતી. આ ગેંગ ચોકડી ગેંગ તરીકે ઓળખાય છે. સુરતમાં તેજસ રાજધાની ટ્રેનમાં મુસાફરી કરતા એક પેસેન્જરના ખિસ્સામાંથી 50 હજારની રોકડ ચોરી થઇ હોવાની ફરિયાદ રેલ્વે પોલીસ મથકમાં નોંધાયા બાદ બનાવને લઈને પોલીસે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 4 આરોપીઓની આ ગેંગ જણાઈ આવતા તેમને ઝડપી પાડ્યા છે. તેઓની પાસેથી ચોરીના 50 હજાર રોકડ પણ કબજે કરી છે.
આગામી 24 કલાક છે ખુબ જ ભારે! આ વિસ્તારોમાં કડાકા સાથે 40થી 45ની ઝડપે પવન ફૂંકાશે
વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે ચારેય ભેગા થઈને આવે છે. તેઓ રાજધાની એક્સપ્રેસ ,તેજસ, જેવી લક્ઝુરિયસ ટ્રેનમાં મુસાફરી કરતા શ્રીમંત દેખાતા મુસાફરોને જ ટાર્ગેટ કરે છે. પહેલા ગેંગના 3 સભ્યો આવા મુસાફર સાથે ટક્કર મારી ધક્કા મુકોનો શિકાર બનાવે છે અને તેનું ધ્યાન ભટકાવે છે. બાદમાં 1 વ્યક્તિ નજર ચૂકવીને ચોરી કરી ચારેવ આરોપી ફરાર થઈ જાય છે.