તાપીમાં પોલીસને મળી મોટી સફળતા, લાખોના મુદ્દામાલ સાથે ચોર ટોળકી ઝડપાઈ ગઈ
તાપી જિલ્લા એલસીબીએ બાતમીના આધારે સોનગઢથી ચોર ટોળકીના ત્રણ જેટલા સાગરીતોને ઝડપી પાડ્યા હતા, જેમની પુછ પરછ દરમિયાન લાખોની કિંમતનો સોના-ચાંદી, રોકડ સહિત એક મોટરસાઈકલ કબ્જે લીધી છે. ગુજરાતમાં જેટલા સક્રિય ગુનેગરો થયા છે તેનાથી પણ વધુ સક્રિય પોલીસ છે. દિવસ દરમિયાન લૂંટ મચાવી ફરાર થતી આ ગેંગ તાપી સહિત નવસારી અને મહારાષ્ટ્રમાં પણ સક્રિય હતી.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં જ્યારે સુરક્ષાની વાત આવે ત્યારે સબ સલામતીના દાવા તો કરવામાં આવે છે પરંતુ જ્યારે તથ્યો પર નજર કરીએ તો દ્રશ્ય કંઈક બીજુ જ બતાવે છે. સારી વાત એ છે કે જેટલા સક્રિય ગુનેગારો થયા છે તેમને ઝડપી પાડવામાં માટે પોલીસ વધુ સક્રિય થઈ ગઈ છે. આ ઘટના તાપીની છે જ્યાં જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. એલસીબીએ કુખ્યાત આંતર રાજ્ય ચોર ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
તાપી જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર દિવસ દરમિયાન ચોરીની ઘટનાઓ પોલીસના ચોપડે નોંધાઈ હતી. જે બાદ પોલીસ હરકતમાં આવી ગઈ. આ દરમિયાન જિલ્લા એલસીબીને મળેલી માહિતીના આધારે સોનગઢથી ચોર ટોળકીના ત્રણ જેટલા સાગરીતોને ઝડપી પાડ્યા હતા, જેમની પુછ પરછ દરમિયાન લાખોની કિંમતનો સોના-ચાંદી, રોકડ સહિત એક મોટરસાઈકલ કબ્જે લીધી હતી.
સોનગઢથી એલસીબીના હથ્થે ઝડપાયેલી ગેંગના ત્રણ જેટલા સાગરીતોની પુછપરછ દરમિયાન આ ગેંગે ઘણી ચોરીઓને તાપી તેમજ નવસારી અને મહારાષ્ટ્રમાં અંજામ આપેલો હોવાનું બહાર આવ્યું છે. આ ગેંગ ખાસ મોડસ ઓપરેન્ડીથી ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. હાલ પોલીસે તેમના રિમાન્ડની સાથે તેમની ગેંગમાં કેટલા સદસ્યો છે, અને કેટલી જગ્યાઓ પર ચોરી કરી છે તેની તજવીજમાં લાગી છે.