Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં હાલ જો ક્યાંય કાંટે કી ટક્કર જોવા મળી રહી હોય તો તે બનાસકાંઠામાં જોવા મળી રહી છે. બન્ને ઉમેદવાર મહિલા છે અને બન્ને OBC સમાજમાંથી આવે છે. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન પોતાના આક્રમક નિવેદનોથી રોજ આકરા પ્રહારો કરી ભાજપને ઘેરી રહ્યા છે. બનાસકાંઠાની ચૂંટણીમાં ગેનીબહેનના પ્રહાર ભાજપના ઉમેદવાર કરતાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પર વધારે જોવા મળી રહ્યા છે. ફરી એકવાર ગેનીબહેન અને શંકર ચૌધરી વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ થયું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં ફરી ડખો, લેઉવા પાટીદાર સમાજ નારાજ! પત્રિકા વિવાદમાં કોના સામે કસાયો ગાળિયો


  • ફરી શંકર ચૌધરી અને ગેનીબહેન વચ્ચે શાબ્દિક યુદ્ધ 

  • બનાસકાંઠામાં બન્નેએ એકબીજા પર કર્યા પ્રહાર

  • શંકર ચૌધરી પર મનભરીને વરસ્યા ગેનીબહેન!


શંકર ચૌધરીએ સરપંચનું ઉદાહરણ આપી કર્યો વાર
ગુજરાતમાં હાલ બનાસકાંઠાની બેઠક હોટ ફેવરિટ બની ગઈ છે. કારણ કે અહીં કોંગ્રેસના ઉમેદવાર, ભાજપના ઉમેદવાર કરતાં વિધાનસભાના અધ્યક્ષ પર વધારે પ્રહાર કરી રહ્યા છે. ભાજપ અને ખાસ શંકર ચૌધરી માટે બનાસકાંઠાની બેઠક જીતવી પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. તો કોંગ્રેસે એવો દાવ રમ્યો છે કે જેના કારણે ભાજપ બરાબર ભરાતી જોવા મળી રહી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સીધી પ્રચાર તો કરી શક્તા નથી પરંતુ જ્યાં તક મળે ત્યાં આડકતરી રીતે કોંગ્રેસના ઉમેદવાર સામે વાકબાણ ચલાવી ભાજપ માટે મત માંગી લે છે. વાવના બિયોક ગામે એક જનસભામાં શંકર ચૌધરીનું નિવેદન હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.


મુમતાઝ પટેલનું ફરી દર્દ છલકાયું! કહ્યું; 'કોંગ્રેસે ભરૂચ બેઠક પરથી લડવાની જરૂર હતી


ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદસભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ. કોઇને કહ્યું હોય કે તમારે સરપંચ થવું છે કે ડેલિગેટ, તો કહે સરપંચ.. પણ જો તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનું હોય તો ડેલિકેટ થવાય. પ્રમુખવાળો વિષય તો મગજમાં છે જ નહીં તો પછી સરપંચ રહેવું કે સરપંચમાંથી રાજીનામું આપીને ડેલિગેટ થવું? મને હજી સમજાતું નથી કે આ લોકો આવું શું કામ કરતા હશે.? મને તો ઘણા ઠપકો પણ આપે છે ઘણાં, શું કામ ઓફિસમાં પેહવા દો છો?, મેં કહ્યું હારુ હવે નહીં બેસવા દઈએ. તો બીજુ શું થાય, અમારી ભૂલ હતી. હવે આટલી ગાળો પડી પછી નહીં હમજે?, તમને ખબર પડતી હોય તો અમને પણ પડશે.  


આંધી-તોફાન, કડાકા ભડાકા સાથે વરસાદ...આગામી ત્રણ દિવસમાં જ અહીં કરવટ બદલશે મોસમ


  • બનાસકાંઠામાં 'ભાઈ' જોરદાર રાજનીતિ!

  • બનાસમાં લડાઈ ગેનીબહેન VS શંકર ચૌધરીની?

  • બનાસ ડેરી મામલે જોરદાર વરસ્યા ગેનીબહેન ઠાકોર 

  • ડેરીમાં સાળા-સાળીને જ લેવાના?: ગેનીબહેન 

  • સરપંચ, તાલુકા ડેલિકેટનું નિવેદન કેમ ચર્ચામાં?

  • શંકર ચૌધરી કેમ આપ્યું ડેલિકેટનું ઉદાહરણ?


'પાલનપુરમાં બે લોકોનો ત્રાસ', ગેનીબેન ઠાકોરે આ નિવેદન આપતા ગુજરાતની રાજનીતિમા ગરમાવો


શંકર ચૌધરીએ આડકતરી રીતે એવું કહેવાનો પ્રયાસ કર્યો કે, ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી જીતશે તો કેન્દ્રમાં મંત્રી બની શકે છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જીતશે તો કોઈ ફાયદો થવાનો નથી. કારણ કે કેન્દ્રમાં તો મોદી સરકાર જ બનવાની છે. મતદારોને સરપંચ તથા તાલુકા ડેલિકેટનું ઉદાહરણ આપી ભાજપના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી. બીજી તરફ ગેનીબહેને પણ શંકર ચૌધરીને કચકચાવીને એવો જવાબ આપ્યો કે જેની ચર્ચાઓ થવા લાગી છે. ગેનીબહેને પણ નામ લીધા વગર બનાસ ડેરી મુદ્દે શંકર ચૌધરીને આડેહાથ લીધા. શંકર ચૌધરી તથા રેખા ચૌધરીના પતિનો પાલનપુરમાં ત્રાસ હોવાનું કહ્યું.


ગુરૂ થયો 'અતિચારી', 3 રાશિવાળાના જીવનમાં મચશે ખળભળાટ, નુકસાન-એક્સિડેન્ટના યોગ


ગલબાકાકાના પરિવારને જો તમારે ન્યાય અપાવવો હોય તો બહેનને બનાસડેરીનાં ચેરમેન બનાવી દો, અમારો પણ ટેકો છે, તમારે એમને બનાસ ડેરીના ચેરમેન બનાવા જોઈએ અને તેમના પરિવારને ન્યાય આપવો જોઈએ. પણ ના ડેરી તો મારી અને મારા બાપની.. કોન્ટ્રેક્ટ પણ મારા જ મળતિયાઓને..જ્યારે ભરતી કરવાની હોય તો સાળા અને સાળીઓને જ લેવાનાં અને ડેરીને લગતું બીજું પણ કંઇ કામ હોય તોપણ લાગતાવળગતાને જ આપવાનું. એ લોકો ભાષણમાં એમ કહે છે કે અઢારે આલમની અમારે જરૂર છે, પણ તેમને અઢારે આલમની જરૂર હોય તો ડેરીમાં કેમ ભરતી નથી કરતા? અઢારે આલમની ભરતી કરીને પત્ર બહાર પાડો તો અમે તમને અભિનંદન આપીશું પણ તેમના ચાવવાના અને બતાવવાના અલગ છે એ વાત આખો જિલ્લો જાણે છે.


સરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારી


ગેનીબહેને બનાસકાંઠા ડેરી મામલે જે પણ આક્ષેપ લગાવ્યા તે મહદઅંશે ઘણા સાચા પણ છે. બનાસ ડેરી કોઈ એક જ્ઞાતિ કે જાતિની નથી. પરંતુ સમગ્ર જિલ્લાના પશુપાલકોની છે. પરંતુ હાલ બનાસ ડેરીમાં માત્ર એક જ જ્ઞાતિનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. ચોક્કસ એક જ જ્ઞાતિના લોકો તમામ પદો પર બેઠેલા છે. ઉત્તર ગુજરાતની ઘણા દૂધ સંઘમાં આવી જ સ્થિતિ છે. મહેસાણાની દૂધસાગર ડેરી, સાબરકાંઠાની સાબર ડેરીમાં પણ ચોક્કસ એક જ્ઞાતિનું પ્રભુત્વ છે. જે લાખો પશુપાલકોના અપમાન છે. ગેનીબહેને બનાસ ડેરીના કોન્ટ્રાકો પણ મળતીયાઓને આપવાનો આક્ષેપ લગાવ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે, બનાસકાંઠાની જનતા આ વખતે કોને ચૂંટીને દિલ્લી દરબારમાં મોકલે છે.