ગુરૂ થયો 'અતિચારી', 3 રાશિવાળાના જીવનમાં મચશે ખળભળાટ, નુકસાન-એક્સિડેન્ટના યોગ

Guru Gochar 2024: દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ વૃષભ રાશિમાં પ્રવેશ કરી ગયા છે. સાથે જ ગુરૂ અતિચારી પણ થઇ ગયા છે. એટલે કે 3 ગણી વધુ તેજ ગતિથી ગોચર કરશે. અતિચારી ગુરૂ રાશિઓ માટે ખતરનાક થઇ શકે છે. 

અતિચારી થવું શું છે?

1/5
image

સુખ-સમૃદ્ધિ, વિવાહ,અ અધ્યાત્મા, જ્ઞાન, સંતાન, વિદ્યા, બુદ્ધિના કારક ગુરૂ 1 વર્ષ સુધી વૃષભ રાશિમાં રહેશે. વૃષભ ગુરૂની નીચ રાશિ છે અથવા શત્રુ રાશિ છે. એવામાં ગુરૂ નવાંશ કુંડળીમાં18 દિવસ માટે નીચ થઇ ગયા છે. આમ તો તે 40 દિવસ માટે નીચ થવાના હતા. પરંતુ હાલમાં તેમની ગતિ ત્રણ ગણી વધુ તેજ ચાલી રહી છે. એવામાં ફક્ત 18 દિવસ માટે નવાંશ કુંડળીમાં નીચમાં રહેશે.   

3 રાશિઓને આપશે નુકસાન

2/5
image

ગુરૂની અતિચારી ગતિ 3 રાશિવાળા માટે સારી કહી શકાય નહી. આ લોકોને ગુરૂ ઘણા પ્રકારે નુકસાન પહોંચાડી શકે છે. તેમને કામમાં અડચણો આવી શકે છે. આર્થિક હાનિ, વૈવાહિક જીવનમાં સમસ્યા, દુર્ઘટનાના યોગ જેવી પરેશાનીઓ સહન કરવી પડી શકે છે. જાણો કઇ 3 રાશિઓને સંભાળીને રહેવું પડશે. 

તુલા

3/5
image

કેરિયરમાં સમસ્યા આવી શકે છે. તમે તણાવમાં રહેશો. કાર્યસ્થળનો માહોલ ખૂબ નકારાત્મક હશે, જેથી તમે પરેશાન થઇ શકો છો. મહેનતનું ફળ નહી મળે. આર્થિક હાનિ થઇ શકે છે. 

ધન

4/5
image

આ લોકોને અતિચારી ગુરૂ કોઇ બિમારી આપી શકે છે, પરંતુ તમારા સ્વાસ્થ્યને લઇને સજાગ રહો. વિરોધી પરેશાન કરી શકે છે. વાહન ચલાવતાં સાવધાન રહો, નહીંતર દુર્ઘટના થઇ શકે છે. કામમાં વિઘ્ન આવી શકે છે. 

મીન

5/5
image

તમને આળસ પરેશાન કરશે. દરેક કામ ટાળવું નુકસાન આપી શકે છે. કાર્યક્ષેત્રમાં થોડું સંભાળીને રહેવું જરૂરી છે, કારણ કે કોઇ તમારા વિરૂદ્ધ કાવતરું કરી શકે છે. બિઝનેસમાં સમસ્યા આવી શકે છે. દુર્ઘટનાઓથી બચીને રહો.