અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાત (Gujarat) માં ડેન્ગ્યુએ કહેર મચાવ્યો છે. સરકારી હોસ્પિટલોની સાથે અનેક ખાનગી હોસ્પિટલ ડેન્ગ્યુ (Dengue) ના દર્દીઓથી ઉભરાઈ રહી છે, ત્યારે ગુજરાતના જાણીતા લોકગાયિકા ગીતા રબારી (Geeta Rabari) ડેન્ગ્યુમાં સપડાયા છે. ગીતા રબારીને તાવ આવ્યા બાદ બે દિવસ અગાઉ ડેન્ગ્યુનો રિપોર્ટ કઢાવ્યો હતો, જે પોઝીટિવ આવ્યો હતો. ડેન્ગ્યુ થતા હાલ તેઓ ભૂજ (Bhuj) ની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ ગીતા રબારીની તબિયત સ્થિર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ડેન્ગ્યુનો અજગર ભરડો, સૌથી વધુ કેસ જામનગરમાં, સૌથી ઓછા ડાંગમાં


ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં ડેન્ગ્યુનો કહેર વધી રહ્યો છે. જેમાં સૌથી ખરાબ હાલત સૌરાષ્ટ્રમાં છે. અહીંની સરકારી હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે, એટલા દર્દી વધી રહ્યા છે. તો સામે રોજ ઢગલાબંધ કેસ પોઝીટિવ થાય છે. રાજ્યમાં ડેન્ગ્યુના કેસમાં થઈ રહેલા સતત વધારાને લઈ સરકાર ચિંતિત બની છે. મુખ્ય સચિવ જે એન સિંહે રાજ્યના જિલ્લા કલેકટર જિલ્લા આરોગ્ય અધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આ મામલે માહિતી મેળવી હતી. રાજ્યમાં ડેન્ગ્યુના આંકડા પર નજર કરીએ તો, હાલ રાજ્યમાં ડેન્ગ્યુના 7319 કેસ નોંધાયા છે. તો 21 ઓક્ટોબરના રોજ 145 કેસ નોંધાયા હતા.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :