ગુજરાતમાં ડેન્ગ્યુનો અજગર ભરડો, સૌથી વધુ કેસ જામનગરમાં, સૌથી ઓછા ડાંગમાં

રાજ્યભરમાં ડેન્ગ્યુનો કહેર વધી રહ્યો છે. જેમાં સૌથી ખરાબ હાલત સૌરાષ્ટ્રમાં છે. અહીંની સરકારી હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે, એટલા દર્દી વધી રહ્યા છે. તો સામે રોજ ઢગલાબંધ કેસ પોઝીટિવ થાય છે. રાજ્યમાં ડેન્ગ્યુના કેસમાં થઈ રહેલા સતત વધારાને લઈ સરકાર ચિંતિત બની છે. મુખ્ય સચિવ જે એન સિંહે રાજ્યના જિલ્લા કલેકટર જિલ્લા આરોગ્ય અધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આ મામલે માહિતી મેળવી હતી.

Updated: Oct 22, 2019, 03:18 PM IST
ગુજરાતમાં ડેન્ગ્યુનો અજગર ભરડો, સૌથી વધુ કેસ જામનગરમાં, સૌથી ઓછા ડાંગમાં

હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યભરમાં ડેન્ગ્યુનો કહેર વધી રહ્યો છે. જેમાં સૌથી ખરાબ હાલત સૌરાષ્ટ્રમાં છે. અહીંની સરકારી હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે, એટલા દર્દી વધી રહ્યા છે. તો સામે રોજ ઢગલાબંધ કેસ પોઝીટિવ થાય છે. રાજ્યમાં ડેન્ગ્યુના કેસમાં થઈ રહેલા સતત વધારાને લઈ સરકાર ચિંતિત બની છે. મુખ્ય સચિવ જે એન સિંહે રાજ્યના જિલ્લા કલેકટર જિલ્લા આરોગ્ય અધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આ મામલે માહિતી મેળવી હતી.

રુંવાડા ઉભા કરી દે તેવો Video, ગ્રાહકોની સામે વેપારીને હાર્ટ એટેક આવ્યો, અને ઢળી પડ્યા...

મુખ્ય સચિવે તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને ડેન્ગ્યુ પ્રભાવિત જિલ્લાઓ અને શહેરોમાં વીકલી અભિયાન ચલાવવા સૂચના આપી છે. તો આ અભિયાન અંતર્ગત ઘરના તમામ પાણીના કન્ટેનર ખાલી કરાવવા આદેશ આપ્યો છે. તેમજ દવાઓનો છંટકાવ કરાવવા પણ સલાહ સૂચનો કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી રાજ્યના તળાવોમાં 79348 પોરાનાશક માછલીઓ નાખવામાં આવી છે. તો બીજી તરફ, 431425 ગર્ભવતી મહિલાઓને મચ્છરદાનીનું વિતરણ કરાયું છે. 

રાજ્યમાં ડેન્ગ્યુના આંકડા પર નજર કરીએ તો, હાલ રાજ્યમાં ડેન્ગ્યુના 7319 કેસ નોંધાયા છે. તો ગઈકાલે 21 ઓક્ટોબરના રોજ 145 કેસ નોંધાયા છે. રાજ્યભરના આંકડા પર નજર કરીએ...

 • અમદાવાદ (એએમસી)  1625
 • જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન   1242 
 • ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન  251
 • રાજકોટ મ્યુનિ. 491
 • વડોદરા મ્યુનિ. 513
 • ભાવનગર મ્યુનિ. 190
 • સુરત મ્યુનિ. 164
 • જૂનાગઢ મ્યુનિ. 49

જિલ્લા મુજબ આંકડા 

 • બનાસકાંઠા 255
 • દાહોદ 158 
 • સુરત 146
 • રાજકોટ 250
 • જામનગર 202
 • દ્વારકા 199
 • અમરેલી 105 
 • કચ્છ 113
 • વલસાડ 140
 • ગાંધીનગર 251

સૌથી ઓછા કેસ 

 • ડાંગ 2 
 • પોરબંદર 5 
 • બોટાદ 5 
 • નર્મદા 6 

સૌથી ખરાબ હાલત જામનગરમાં
ડેન્ગ્યુનો સૌથી વધુ આતંક જામનગર જિલ્લામાં છે. જ્યાં રોજેરોજ ડેન્ગ્યુથી મોતનો સિલસિલો વધી રહ્યો છે. આ સીઝનમાં ડેન્ગ્યુથી કુલ મૃત્યુ આંક 15 પર પહોંચ્યો છે. છેલ્લાં ત્રણ દિવસમાં 300 થી વધુ ડેન્ગ્યુ પોઝીટિવ કેસ નોંધાયા છે.