ગીર સોમનાથ: ગીરગઢડાના કાજરડી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 3 યુવાનો તણાયા
ગીર સોમનાથ જિલ્લાના ઉનાના માઢગામ નજીકની નદીમાં પ્રવાહમાં 3 યુવાનો તણાયા હતા. ગીર સોમનાથ જિલ્લાનાં ગીરગઢડા તાલુકાના કાજરડી ગામનાં 3 યુવાનો તણાયા હતા. કાજરડી ગામના યુવાનો ડુબતા સમગ્ર ગામ નદીના કિનારા પર એકત્ર થઇ ચુક્યા હતા. ગણેશ વિસર્જન દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. એક સાથે 3 યુવાનો ડુબતા નાનકડા એવા ગામમાં ચકચાર મચી ગઇ હતી.
ગીરગઢડા : ગીર સોમનાથ જિલ્લાના ઉનાના માઢગામ નજીકની નદીમાં પ્રવાહમાં 3 યુવાનો તણાયા હતા. ગીર સોમનાથ જિલ્લાનાં ગીરગઢડા તાલુકાના કાજરડી ગામનાં 3 યુવાનો તણાયા હતા. કાજરડી ગામના યુવાનો ડુબતા સમગ્ર ગામ નદીના કિનારા પર એકત્ર થઇ ચુક્યા હતા. ગણેશ વિસર્જન દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. એક સાથે 3 યુવાનો ડુબતા નાનકડા એવા ગામમાં ચકચાર મચી ગઇ હતી.
બોલિવુડ અભિનેતા સુશાંતસિંહની આત્મહત્યા કેસમાં રાજકોટનાં યુવાને ટેટુ બનાવી વ્યક્ત કર્યો વિરોધ
હાલ તો 3 યુવાનો તણાયા હોવાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. આ ઉપરાંત નાયબ મામલતદાર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ અને તંત્રની મદદથી યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. યુવાનો ગણેશ વિસર્જન કરવા જતા તણાયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર