સ્નેહલ પટેલ, ડાંગ: ડાંગ જિલ્લામાં સતત બે દિવસ વરસેલા ધોધમાર વરસાદને પગલે ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ત્યારે ડાંગના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે આવેલ ગીરા ધોધ જીવંત થતા પ્રવાસીઓએ ડાંગ જિલ્લા તરફ દોડ મુકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુદરતી સૌદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં વરસાદથી શરૂઆત થતા જ ગુજરાત ભરમાંથી પ્રવાસીઓ ડાંગ જિલ્લામાં હરવા ફરવા માટે આવતા હોય છે. ત્યારે ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદથી ડાંગ જિલ્લાના સૌદર્યમાં વધારો થયો છે અને ડાંગ જિલ્લો લીલોછમ બન્યો છે. ડાંગમાં વરસાદ શરૂ થવાની સાથે જ અનેક નાના મોટા ધોધ તેમજ ઝરણા સક્રિય થતા હયો છે.


વધુમાં વાંચો:- વડોદરા: ડભોઇમાં 3 ઈંચ વરસાદથી પાણી-પાણી, લોકો મુશ્કેલીઓમાં મુકાયા


[[{"fid":"223433","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


પ્રવાસીઓને અહીં ફરવાની મજા આવતી હોય છે. તો ડાંગના પ્રવેશ દ્વારા એવા વઘઇ ખાતે આવેલો ગીરાધોધ છે. ગરમીની સિઝનમાં બંધ થઇ ગયો હતો. જે ગીરાધોધ બે દિવસમાં વરસેલા વરસાદથી ફરી જીવંત થતા પ્રવાસીઓ તેને નિહાળવા માટે ઉમટી રહ્યાં છે. ડાંગ જિલ્લામાં આવેલ સાપુતારા ગુજરાતનું એક માત્ર ગીરી મથક છે. ત્યારે ચોમાસાની સિઝનમાં અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.


વધુમાં વાંચો:- રાજ્યમાં મેઘરાજા મહેરબાન: ક્યાંક ધોધમાર તો ક્યાંક નહિવત વરસાદ, નર્મદા ડેમમાં પાણીની આવક


જે પ્રવાસીઓ ગીરાધોધની અચૂક મુલાકાત લેતા હોય છે. ગીરાધોધ સક્રિય થવાની સાથે જ તંત્ર પણ સજજ થઇ ચૂક્યું છે અને ગીરાધોધની નજીક કોઇપણ પ્રવાસી ન જાય તે માટે દોરડા બાંધી દેવામાં આવ્યા છે. સાથે જ એક સાઈન બોર્ડ પણ મુકી લોકોને સેલ્ફી ન લેવા તેમજ ધોધ નજીક ન જવા માટે પણ માહિત ગાર કરવામાં આવ્યા છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...