વડોદરા: ડભોઇમાં 3 ઈંચ વરસાદથી પાણી-પાણી, લોકો મુશ્કેલીઓમાં મુકાયા

સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે વડોદરાના ડભોઇ ખાતે રાત્રી દરમિયાન સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ડભોઇ નગરની સોસાયટીઓમાં ઘૂંટણ સમા પાણી જોવા મળ્યા હતા.

વડોદરા: ડભોઇમાં 3 ઈંચ વરસાદથી પાણી-પાણી, લોકો મુશ્કેલીઓમાં મુકાયા

ચિરાગ જોષી, વડોદરા: સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે વડોદરાના ડભોઇ ખાતે રાત્રી દરમિયાન સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ડભોઇ નગરની સોસાયટીઓમાં ઘૂંટણ સમા પાણી જોવા મળ્યા હતા. એટલું જ નહીં કેટલાક ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા હતા. જેના કારણે ઘરવખરીને ભારે નુકસાન થવા પામ્યું હતું.

ગત રાત્રીથી વરસેલા વરસાદને લઇને ગુજરાતની તમામ જગ્યાઓ પર પાણી પાણી થઇ ગયા છે. ત્યારે બીજી તરફ વડોદરાના ડભોઇ ખાતે આવેલ સોસાયટીઓમાં પાણી ભરવાની ઘટનાઓ સામે આવતા નગર પાલિકાની પ્રિમોન્સુન કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે.

એટલું જ નહીં ડભોઇ નગરની શ્રીજી પાર્ક આશીર્વાદ આયુશ અને યમુના સોસાયટીઓમાં ઘૂંટણ સમા પાણી જોવા મળ્યા હતા. તો કેટલાક ઘરોના રસોડા સુધી પાણી જોવા મળ્યું હતું. જેને લઇને કેટલાક પરિવારોને પારિવારિક સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વરસાદને પગલે ગત રાત્રીથી જ નીચાણવાળી સોસાયટીઓમાં વીજ પુરવઠો પણ બંધ કરી દેવાયો હતો.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news