કંડલા: કચ્છમાં રિશિંગ શિપિંગનું ગિરજા-3 બાર્જ 7 ક્રુ મેમ્બરો સાથે મોડી રાત્રે કંડલાના સમુદ્રમાં મધદરિયે ગરકાવ થયું હતું. મધદરિયે બાર્જના સિગ્નલ બંધ થતા સમગ્ર ઘટના ધ્યાને આવી હતી. બાર્જમાં અંદાજે 1500 ટન ખાતર ભરીને જહાજમાં ખાલી કરવા જતી વખતે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા DPT અને કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરી તમામ ક્રુ મેમ્બરોને બચાવી લેવામાં આવ્યા હતા. ડી.પી.ટી.ના નાયબ અધ્યક્ષ આલોકસિંહ અને નાયબ સંરક્ષક કપ્તાન શ્રીનિવાસની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો લાપતા બનેલા આ બાર્જને શોધવાની કામગીરી કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ બુધવારે રાત્રે ડીએપી ભરીને કંડલા તરફ આવી રહેલું બાર્જ ઓટીબીથી ઉત્તર-પૂર્વ દિશામાં બે કિમી દુર હતું ત્યારે અચાનક જ ડૂબવા લાગ્યું હતું. આ બાર્જ પર સાત જેટલા ખલાસીઓ પણ હતા. રાત્રે જ ઘટનાસ્થળે દોડી ગયેલા ડીપીટીના ડેપ્યુટી કન્ઝર્વેટર કેપ્ટન શ્રીનિવાસને આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે બચાવ કામગીરી આરંભી દેવાઇ છે.

કચ્છમાં રિશિંગ શિપિંગનું ગિરજા-3 બાર્જ 7 ક્રુ મેમ્બરો સાથે મોડી રાત્રે કંડલાના સમુદ્રમાં મધદરિયે ગરકાવ થયું હતું. મધદરિયે બાર્જના સિગ્નલ બંધ થતા સમગ્ર ઘટના ધ્યાને આવી હતી. બાર્જમાં અંદાજે 1500 ટન ખાતર ભરીને જહાજમાં ખાલી કરવા જતી વખતે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા DPT અને કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરી તમામ ક્રુ મેમ્બરોને બચાવી લેવામાં આવ્યા છે.