અમદાવાદ :નીતિ આયોગના આરોગ્યના અહેવાલ બાદ રાજ્ય સરકાર તો સફાળી જાગી છે, પણ સાથે જ સમગ્ર રાજ્યને ચિંતિત કરે તેવો મુદ્દો બહાર આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં બેટી બચાવો બેટી પઢાવો અભિયાન પાછળ ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો તેમ છતાં હજુ સુધી છોકરીઓના જન્મ દરમાં કોઇ નોંધપાત્ર સુધારો થયો નથી. 


દમણમાં દારૂ પીવાના નિયમોમાં આવ્યા મોટા ચેન્જિસ, ધ્યાન રાખજો નહિ તો પકડાશો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સ્ત્રીઓનો સેક્સ રેશિયો ઓછો છે. ગુજરાતમાં 1000 છોકરાઓ સામે 890 છોકરીઓ હતી. જે ઘટીને વર્ષ 2015-16માં 848 પહોંચી ગઈ છે. બેટી બચાવો, બેટી પઢાવો સહિતના અભિયાન ચલાવ્યાં પછી પણ રાજ્યમાં પુરુષોની સરખામણીએ  સ્ત્રીઓની સંખ્યામાં આંચકાજનક ઘટાડો થયો છે. રાજ્યમાં હવે દર 1000 હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 848 જ રહી ગઈ છે. આરોગ્ય સચિવે યોજેલી પત્રકાર પરિષદમાં આ અંગે માહિતિ આપી હતી. આ ઉપરાંત નીતિ આયોગના રિપોર્ટની પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી અને રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે જરૂરી સુધારા કરવા પર ભાર મૂકવામાં આવ્યો. ગુજરાત રાજ્ય આરોગ્ય ક્ષેત્રે દેશમાં ચોથા ક્રમે યથાવત છે જે અંગે પણ ચર્ચા કરવામાં આવી.


HCમાં અલ્પેશ ઠાકોરે સોગંદનામામાં કર્યો મોટો ધડાકો, કહ્યું-મેં કોંગ્રેસમાંથી રાજીનામુ નથી આપ્યું


Video : ક્રિકેટ મુદ્દે ઝઘડો થતા સ્કૂલ હોસ્ટેલમાં સ્ટમ્પ લઈને એકબીજા પર તૂટી પડ્યા વિદ્યાર્થીઓ


આ આંકડાને લઈને તબીબોનું માનવું છે કે, જે રીતે કાયદા નબળાં છે, ત્યારે કાયદાને વધુ મજબૂત કરવાની જરૂર છે. બીજી તરફ જે રીતે લોકોમાં હજુ પણ પુરુષ પ્રધાન સમાજની સ્થિતિ ઘર કરી ગઇ છે તે સુધારવી જરૂરી છે. જ્યાં સુઘી તેમાં કોઇ ફેરફાર નહિ થાય ત્યાં સુધી સ્થિતિ સુધરે તેમ નથી. તમામ જાણકારો માની રહ્યા છે કે સામાજિક કારણો પણ આ માટે જવાબદાર છે અને માનસિકતા પણ હજુ સુધી બદલાઇ નથી. પરિવારની જવાબદારી છોકરો જ ઉપાડી શકે તે વાત હજુ પણ સમાજમાં છે અને એટલે જ અનેક પરિવારોમાં દીકરી જન્મવાની ખુશી આજે પણ નથી દેખાતી. સાથે જ દીકરીઓની સામાજિક સુરક્ષા પણ એક મોટો મુદ્દો છે, ત્યારે આ બાબતે તમામ લોકોએ સામૂહિક રીતે વિચારવાની જરુર છે.


અમદાવાદના દુકાનકારો-શાકવાળા-રીક્ષાવાળા કેમ 5 રૂપિયાની નોટ નથી લેતા? જુઓ રસપ્રદ રિપોર્ટ


આંકડાઓ તરફ નજર કરીએ તો, ગુજરાતમાં 2005ના વર્ષમાં બેટી બચાવો બેટી ભણાવોનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેની અસર ગુજરાતમાં દેખાવા લાગી હતી. આ અભિયાન બાદ ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધ્યું હતું. 2014 સુધીમાં છોકરીનું પ્રમાણ 1000ની સામે 898થી વધીને 907 સુધી પહોંચી ગયું હતું. પરંતુ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં રૂપાણી શાસન આ અભિયાનની કોઈ અસર દેખાઈ ન હતી. 


  • 2005-2007માં 1000 છોકરાઓ સામે છોકરીઓનું પ્રમાણ 891

  • 2006-2008માં 898

  • 2007-2009માં 904

  • 2008-2010માં 903

  • 2009-2011માં 909

  • 2010-2012માં 909

  • 2011-2013માં 911

  • 2012-2014માં 907 

  • 2016-2018માં 848 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :