Video : ક્રિકેટ મુદ્દે ઝઘડો થતા સ્કૂલ હોસ્ટેલમાં સ્ટમ્પ લઈને એકબીજા પર તૂટી પડ્યા વિદ્યાર્થીઓ

સુરતના ઓલપાડ વિસ્તારની એક હોસ્ટલનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ક્રિકેટ જેવી સામાન્ય બાબતને લઈને નાના ટાબરિયાઓ વચ્ચેના ઝઘડાએ એટલુ મોટુ સ્વરૂપ લઈ લીધું હતું કે, તેઓએ હોસ્ટેલમાં મારામારી કરી હતી. આ વીડિયો જોઈને કોઈ પણ ચોંકી જાય કે, કેવી રીતે ટાબરિયા મોટા યુવાનોની જેમ સ્ટમ્પથી એકબીજાને મારી રહ્યાં છે. 
Video : ક્રિકેટ મુદ્દે ઝઘડો થતા સ્કૂલ હોસ્ટેલમાં સ્ટમ્પ લઈને એકબીજા પર તૂટી પડ્યા વિદ્યાર્થીઓ

કિરણસિંહ ગોહિલ/સુરત :સુરતના ઓલપાડ વિસ્તારની એક હોસ્ટલનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ક્રિકેટ જેવી સામાન્ય બાબતને લઈને નાના ટાબરિયાઓ વચ્ચેના ઝઘડાએ એટલુ મોટુ સ્વરૂપ લઈ લીધું હતું કે, તેઓએ હોસ્ટેલમાં મારામારી કરી હતી. આ વીડિયો જોઈને કોઈ પણ ચોંકી જાય કે, કેવી રીતે ટાબરિયા મોટા યુવાનોની જેમ સ્ટમ્પથી એકબીજાને મારી રહ્યાં છે. 

ઓલપાડના જોથાણ ગામમાં આવેલી એક હોસ્ટેલની આ ઘટના છે. જેમાં ક્રિકેટ રમવાને લઈને હોસ્ટેલના કિશોરો વચ્ચે 23 જૂનના રોજ બબાલ થઈ હતી. બોલ વાગવા જેવી સામાન્ય ઘટનામાં હોસ્ટેલની રૂમમાં વિદ્યાર્થીઓ બાખડ્યા હતા. તેઓએ એકબીજા પર સ્ટમ્પ, લાત, ધક્કા-મુકકીનો માર વરસાવ્યો હતો. આમ, માર મારીને એકબીજાના બૂરા હાલ કર્યા હતા. ટાબરિયાઓનો ઝઘડો પણ આવા લેવલ પર આવી જાય તે વિચારી ન શકાય. હોસ્ટેલના રૂમમાં લાગેલા સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news