girl child abandoned દિવ્યેશ જોશી/રાજકોટ : રાજકોટ મોરબી હાઇવે પર આવેલ કાગદડી ગામના પાટીયા પાસે એક જનેતાએ બાળકને જન્મ આપી બાવળની જાળી પાસે ત્યજી દીધેલ હતું. આ ત્યજી દેવાયેલું બાળક એક ખેડૂતના ધ્યાનમાં આવતા તેને આ અંગેની જાણ સરપંચને કરી હતી અને સરપંચે તાત્કાલિક 108 ને જાણ કરતા 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં બાળકને સામાન્ય ઇજા થઈ હતી તેમજ બાળકમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી તેને તાત્કાલિક સીપીઆર આપવામાં આવ્યું હતું અને તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.. આ બનાવની જાણ થતા કુવાડવા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બાળકને કોના દ્વારા ત્યજી દેવામાં આવ્યું છે અને તેના માતા પિતા કોણ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ તાલુકાના કાગદડી ગામની સીમમાંથી ત્યજી દેવાયેલું બાળક ખેડૂતના ધ્યાને આવ્યું હતું. જેમાં ત્યજી દેવાયેલ બાળક ઝાડી ઝાંખરા વચ્ચે રડવાનો અવાજ સંભળાતા નવજાત શિશુ ત્યજી દેવાયેલું જણાતા ગામના સરપંચ પ્રદીપભાઈ ચાવડાને તથા ૧૦૮ને જાણ કરી હતી. જેથી 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.


અંબાણી-અદાણી કરતા પણ મોટા દાનવીર નીકળ્યા આ ગુજરાતી કાકા, પેન્શનની રકમ દાન કરી


નવજાત બાળક માટે 108 સંજીવની સમાન સાબિત થઈ...
૧૦૮ની ટીમના નિલેશ ગોહિલ અને પાયલોટ ગોરધનભાઈ તમાલિયા ઘટનાસ્થળે પહોંચી નવજાત શિશુને સહી સલામત બહાર કાઢી ડોકટરની ટેલિફોનીક સલાહ મુજબ સ્થળ ઉપર જ સારવાર શરૂ કરી અને કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપી નવજાત નવજાત બાળકને નવજીવન આપ્યું હતું. વધુ સારવાર અર્થે નવજાત બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. ત્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ નવજાત બાળકને સ્વસ્થ હોવાની પુષ્ટિ કરી પ્રાથમિક સાર સંભાળ હાથ ધરી હતી. આમ, "રામ રાખે તેને કોણ ચાખે" કહેવત અહીં સાર્થક થઈ છે અને જન્મતાની સાથે જ સીમ વિસ્તારમાં કુમળા ફૂલ જેવા શિશુને તત્કાલ સારવાર આપી ૧૦૮ની ટીમે તેનો જીવ બચાવી પોતાની ઉમદા ફરજ નિભાવી હતી.


મેઘરાજાની બીજી ઇનિંગની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી, આગાહી વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદ


રાજકોટ જિલ્લામાં બાળકને તરછોડવાના કેસમાં થઈ રહ્યો છે વધારો..
છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં નવજાત બાળકને ત્યજી દેવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વહેલી સવારે કાગદડી ગામ પાસે બાળક ત્યજી દેવાની ઘટનામાં પોલીસ તપાસમાં રાજકોટ મોરબી હાઈવે પર આવેલ કાગદડી ગામના પાટિયા પાસે એક ખેતરની આજુબાજુમાં આવેલ ઝાડી ઝાંખરામાં કોના દ્વારા આ બાળકને ત્યજી દેવામાં આવેલ છે તેમજ તેના માતા પિતા કોણ છે ઉપરાંત આ વિસ્તાર ગ્રામ્ય પંથક હોવાથી નજીકમાં ક્યાંય પણ સીસીટીવી ન હોવાથી પોલીસે સ્થાનિક બાતમીદારોને કામે લગાડી વધુ તપાસ હાથ ધરી છે.


કેનેડા સીધી રીતે જવા ન મળે તો આ રીતે જવું, અમદાવાદમાં પકડાયું મોટું કૌભાંડ