મેઘરાજાની બીજી ઇનિંગની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી, આગાહી વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો
Surat News : સુરતના અઠવાગેટ, સિટી લાઈટ, રાંદેર સહિતના વિસ્તારોમાં પડ્યો વરસાદ,,, ફરી મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર,,, શેરડી અને ઉભા પાકને થઈ શકે છે ફાયદો,,, ભારે બફારામાંથી લોકોને રાહત મળી રાહત
Trending Photos
Gujarat Weather Update : આજથી અધિક માસનો પ્રારંભ થયો છે, અને અધિક માસના પ્રારંભે જ ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. ગુજરાતમાં આજથી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે હવે શરૂઆત દક્ષિણ ગુજરાતથી થઈ ગઈ છે. આજે સવારથી જ સુરતના અઠવાગેટ, સિટી લાઈટ, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ફરી મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. કારણે આ વરસાદથી શેરડી અને ઉભા પાકને ફાયદો થઈ શકે છે. તો બીજી તરફ ભારે બફારામાંથી લોકોને રાહત મળી છે.
થોડા વરસાદમાં સુરત પાણીમાં ગરકાવ
હવામાન વિભાગની દ.ગુજરાત માં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરતમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. પરંતું થોડા વરસાદમાં સુરતમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે. સામાન્ય વરસાદમાં જ સુરતમાં અનેક જગ્યાઓએ પાણી ભરાયાં છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના ઉધના ચાર રસ્તા પર પાણી ભરાયાં છે.
આજે વરસાદની આગાહી
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં સવા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. પાવીજેતપુરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. 4 તાલુકામાં બે ઈંચથી વધુ અને 11 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આજથી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આવામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે.
ભારેથી અતિભારે વરસાદની આગાહી
ત્યારે આજે એટલે 18 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં વરસાદ પડશે,,, તો 19 જુલાઈએ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. ત્યારે વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પડી શકે છે અતિભારે વરસાદ તો નર્મદા, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ પડી શકે છે ભારે વરસાદ,,, તો 20 જુલાઈને પરમ દિવસે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, સુરત, તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, પોરબંદર અને અમરેલીમાં વરસાદ પડી શકે છે.
ક્યાં ક્યાં આગાહી
- 18 જુલાઈએ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત,નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી
- 19 જુલાઈએ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, બરોડા, ભરૂચ, સુરત અને ડાંગમાં ભારે વરસાદી આગાહી
- 19 જુલાઈએ અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
- 20 જુલાઈએ કચ્છ, સુરેદ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી
- 20 જુલાઈએ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત અને નવસારીમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતના આ મંદિરમાં મૂંગો પણ બોલતો થાય છે, માતાજીએ અનેકવાર આપ્યા છે પરચા
વરસાદી આફતથી ગુજરાતમાં 108 ના મોત
સરકારના આંકડા અનુસાર, ગુજરાતમાં છેલ્લાં સાડા ત્રણ મહિનામાં 108નાં મોત થયા છે. કુદરતી આફતમાં ગુજરાતમાં માત્ર છેલ્લા સાડા ત્રણ મહિનામાં 108 લોકોનાં મોત નિપજ્યા છે. વીજળી પડવાના કારણે 33 લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારે પૂરમાં ડૂબી જવાના કારણે 25 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં ભારે વરસાદથી 10 જેટલા જિલ્લાઓ અસરગ્રસ્ત થયા છે. એપ્રિલથી જુલાઈ વચ્ચે 14,333 હેક્ટરમાં પાકને નુકસાન થયું છે. વરસાદ અને વાવાઝોડાના કારણે 1.17 લાખથી વધુ વીજપોલ ધરાશાયી થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે