ઝી બ્યુરો, અમદાવાદ: વિદેશમાં સ્થાયી થવાનું મુંબઇના શાહ પરિવારને ભારે પડ્યું છે. 18 મહિનાની બાળકી અરીહા શાહને જર્મન સરકારે નજીવા કારણોસર માતા-પિતાના વ્હાલથી દૂર જર્મન ફોસ્ટર કેરમાં જર્મન દંપત્તિને ત્યાં રાખવામાં આવી છે. જેને પરત લાવવા માટે માતા-પિતા છેલ્લા 10 મહિનાથી મથામણ કરી રહ્યા છે. જેને લઇને આજે સવારે આરટીઓ સર્કલ પાસે બાળકીના નાના-નાનીના પરિવારે RTO સર્કલ પાસે પોસ્ટર્સ લઇ સરકાર પાસે મદદ માંગી છે અને દેશની નાગરિકતા ઉપર ચિંતા વ્યક્ત કરતા પરિવારે ભારત સરકાર મદદ કરી બાળકીને ભારત લાવવામાં આવે તેવી માંગણી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર મામલો?
જર્મનીના બર્લિનમાં સ્થાયી થયેલા મુંબઇના ગુજરાતી પરિવારના ભાવશે શાહ અને ધારા શાહના ઘરે વર્ષ 2021 માં એક બાળકીનો જન્મ થયો હતો. જેનું નામ અરીહા છે. પૌત્રીની સારસંભાળ રાખવા માટે મુંબઇથી દાદા-દાદી જર્મની પહોંચ્યા હતા. બધુ જ બરોબર ચાલી રહ્યું હતું. પરંતુ એક દિવસ એવો આવ્યો કે શાહ પરિવારની દુનિયા બદલાઈ ગઈ અને અરીહાને પરિવારથી દૂર કરી દેવામાં આવી.


આ પણ વાંચો:- ગુજરાતનો સિંહ દિલ્હી પહોંચ્યો પણ દિલ્હીથી અહીં કાંચિડો આવી રહ્યો છે: કપિલ મિશ્રા


અરીહાને કોઈ કારણોસર સમાન્ય ઇજા પહોંચી હતી. જોકે, ભાવેશ શાહ અને ધારા શાહ તેને લઇને ડોક્ટરી સારવાર માટે ગયા હતા. જ્યાં ડોક્ટરે કહ્યું કે, કોઈ ગંભીર મામલો નથી. પરંતુ જ્યારે ભાવેશ અને ધારા બીજી વખત અરીહાને તબીબ પાસે લઇ ગયા ત્યારે ત્યાં જર્મન સરકારના અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને તેમણે અરીહાનો કબજો લઈ શાહ પરિવાર પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો.


આ પણ વાંચો:- સત્તાની શતરંજ: ગુજરાતમાં ચૂંટણી પછી મુખ્યમંત્રી કોણ? ભાજપ, કોગ્રેસ અને આપના CM ના ચહેરા


આ સાંભળતા જ શાહ પરિવારના પગ તેળે જમીન સરકી ગઈ હતી. જોકે, ભાવેશ શાહ અને ધારા શાહે દલીલો કરી, આજીજી પણ કરી પરંતુ માનવાધિકારનો ઝંડો પકડીને ફરતા જર્મન અધિકારીઓએ દંપત્તીની એકપણ વાત સાંભળી ન હતી અને અરીહાને પરિવારથી દૂર કરી દેવામાં આવી. જોકે, શાહ પરિવાર પરથી જાતીય શોષણનો આરોપ તો રદ થઈ ગયો પરંતુ કાયદાની આંટીઘૂંટી ફસાયેલો શાહ પરિવાર છેલ્લા 10 મહિનાથી પોતાની માસૂમ બાળકીનો કબજો મેળવવા તરસી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube