રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતમાં હવે મહિલાઓ સુરક્ષિત રહી નથી. ક્યાંક દુષ્કર્મ, તો ક્યાંક છેડતી... સતત વધી રહેલા આ બનાવો અંગે મહિલા સલામતી જોખમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં યુવતીની છેડતીની ઘટના સામે આી છે. ગઈકાલે રાજકોટના કાલાવડ રોડ પર મોડી રાત્રે એક યુવતી સાથે છેડતીની ઘટના બની હતી. જોકે, યુવતીએ બહાદુરી દાખવીને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેથી રાજકોટ પોલીસે ગણતરીના કલાકોમાં બે યુવકોની અટકાયત કરી હતી. ત્યારે રાજકોટના ભરચક એવા કાલાવાડ રોડ પર થયેલી છેડતીની ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે.


મોંઘવારીના માર વચ્ચે લોકોને Sumulના દૂધ માટે વધારાની કિંમત ચૂકવવી પડશે, તોતિંગ ભાવવધારો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે એક યુવતી અન્ય એક મહિલા સાથે પોતાની ટુ વ્હીલર પર જઈ રહી હતી. ત્યારે સ્વીફ્ટ કારમાં આવેલા ત્રણ યુવકોએ સ્કૂટર પર જતી યુવતીની છેડતી કરી હતી. GJ 03 KH 2978 નંબરની કારમાં સવાર યુવકોએ કોટેચા ચોકથી કે.કે.વી.હોલ ચોક સુધી યુવતીનો પીછો કર્યો હતો, તેમજ તેઓને બિભત્સ ગાળો પણ આપી હતી. ત્યારે ભોગ બનનાર યુવતીએ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. માલવીયાનગર પોલીસે આઈ-વે સીસીટીવીના આધારે મોડી રાત્રે જ બે શખ્સોની અટકાયત કરી હતી. તો ફરાર થયેલા ત્રીજા શખ્સને પણ ગણતરીના કલાકોમાં પકડી લેવાયો હતો. 


વડોદરા દુષ્કર્મ કેસ : જશા અને કિશનને દોરડા બાંધી લઈ જવાયા, તો જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા


રાજકોટ પોલીસ આ ઘટનામાં સૈયદ જેઠવા, ઇમરાન શેખ અને ફૈઝલ પઠાણ નામના યુવકોની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં યુવકોએ પોતાનો ગુનો કબૂલ્યો હતો અને યુવતીની છેડતીની વાત કબૂલી હતી. આમ, પોલીસને આ યુવકોને પકડવામાં સીસીટીવી ફૂટેજ મહત્વના પુરાવા બની રહ્યા હતા. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી યુવક ઈમરાન ટ્રાવેલ્સનો બિઝનેસ કરે છે. તો સઈદ બીએચએમએસનો અભ્યાસ કરે છે. ત્રીજો આરોપી ફૈઝલ પૂણેની ટાટા કંપનીમાં નોકરી કરે છે, અને હાલ રાજકોટમાં એમબીએ કરી રહ્યો છે.


જેમાં માહિતી મળી કે, આરોપી ઇમરાન તેના મિત્ર ફૈઝલને વાવડી ખાતે તેના રૂમે મીકવા જતા હતા, ત્યારે કાલાવડ રોડ પર તેઓએ યુવતીની છેડતી કરી હતી. મુખ્ય આરોપી ઇમરાન શૈખ નહેરુ નગર વિસ્તારમાં રહે છે. ઈમઇમરાન કાર ચલાવતો હતો અને યુવતી પર તેણે ચણા(જીંજરા)નો છોડ ફેંક્યો હતો. એટલું જ નહિ. તેણે યુવતીની ગાડી સાથે પોતાની ગાડી ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીને ઘટના સ્થળ પર લઇ જઇ સમગ્ર મામલાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. તેમજ આરોપીઓ પાસે પોલીસે જાહેરમાં મંગાવી માફી હતી. 


રાજકોટમાં મહિલા સલામતીના મુદ્દે વારંવાર સવાલો ઉભા થઈ રહ્યાં છે. 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયાની ઘટના હજી તાજી જ છે. ત્યાં રાજકોટના ભરચક વિસ્તારમાં યુવતીની છેડતી થવા લાગી છે. જે જોતા રાજકોટ ક્રાઈમ સિટી બની ગઈ છે, અને અહી કાયદો અને વ્યવસ્થા કાબૂમાં નથી તેવું લાગી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube