મોંઘવારીના માર વચ્ચે લોકોને Sumulના દૂધ માટે વધારાની કિંમત ચૂકવવી પડશે, તોતિંગ ભાવવધારો

ડુંગળી (Onion Price hike) અને શાકભાજીની કિંમત (Vegetables Price hike) બાદ હવે હવે શું દૂધના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીના માર વચ્ચે હવે લોકોને સુમુલના દૂધ માટે પણ વધારાની કિંમત ચૂકવવી પડશે. સુમુલ ડેરી (Sumul Dairy) એ પોતાના પ્રોડક્ટ ગોલ્ડ અને તાજામાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારે હવે દક્ષિણ ગુજરાતના લોકોને દર મહિને દૂધ (Milk) ના ભાવમાં થયેલા વધારાનો બોજો ઉઠાવવો પડશે. 

મોંઘવારીના માર વચ્ચે લોકોને Sumulના દૂધ માટે વધારાની કિંમત ચૂકવવી પડશે, તોતિંગ ભાવવધારો

ચેતન પટેલ/સુરત :ડુંગળી (Onion Price hike) અને શાકભાજીની કિંમત (Vegetables Price hike) બાદ હવે હવે શું દૂધના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીના માર વચ્ચે હવે લોકોને સુમુલના દૂધ માટે પણ વધારાની કિંમત ચૂકવવી પડશે. સુમુલ ડેરી (Sumul Dairy) એ પોતાના પ્રોડક્ટ ગોલ્ડ અને તાજામાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારે હવે દક્ષિણ ગુજરાતના લોકોને દર મહિને દૂધ (Milk) ના ભાવમાં થયેલા વધારાનો બોજો ઉઠાવવો પડશે. 

બિનસચિવાલય પરીક્ષામાં મંડળનું વધુ એક કારસ્તાન, જેણે પરીક્ષા નથી આપી તેને ચોરીનો ખુલાસો કરવા નોટિસ મોકલી 

દક્ષિણ ગુજરાતમાં વસતા શહેરીજનો માટે આવતીકાલથી ચાની ચૂસકી મોંઘી પડી જશે. કારણકે સાઉથ ગુજરાતની મોટી ડેરી કંપની સુમુલ ડેરીએ સુમુલ ગોલ્ડ અને તાજા દૂધમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ભાવ વધાર્યો છે. મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક ભારણ માથે આવ્યું છે. હાલ સામાન્ય વર્ગ માટે પડ્યા પર પાટું સમાન સ્થિતિ છે. ત્યારે સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. ઘાસચારાની અછત અને દૂધની તંગીના પગલે ભાવ વધારાનો  નિર્ણય લેવાયો હોવાનું સુમુલ ડેરીના એમડી સવજી ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

અમુલ ગોલ્ડ પાસસ્ચ્યુરાઈઝડ ફૂલ ક્રીમ દૂધ 500 મી.લી. 29 રૂપિયાનો, તો અમુલ શક્તિ પાસ્ચ્યુરાઈઝડ સ્ટાન્ડરડાઈઝ દૂધ 500 મિલી. 26 રૂપિયા 50 પૈસાનો ભાવ થયો છે. અમુલ તાજા પાસ્ચ્યુરાઈઝડ ટોન્ડ દૂધ 500 મી.લી. 22 રૂપિયાનો વધારો કરાયો છે. જોકે સુમુલ ગાયના દૂધમાં વધારો નહિવત છે. ઉલ્લેખનીય છે કે જે રીતે વધુ વરસાદ વરસ્યો હતો, તેને કારણે 12 ટકા જેટલું દૂધનું ઉત્પાદન ઓછું થઈ ગયું હતું. આ સાથે પશુધાન પણ મોંઘું થઈ ગયું હતું. જેને પગલે  દૂધનો ભાવના ભાવમાં વધારો ઝીંકાયો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news