જયેન્દ્ર ભોઈ/ગોધરા :લોકડાઉન ખૂલતા જ અન્ય દેશો, રાજ્યો અને શહેરોમાં ફસાયેલા લોકો પોતાના વતન પરત ફરી રહ્યાં છે. ત્યારે ગોધરાના 26 વ્યક્તિઓ પાકિસ્તાનના કરાંચીમાં ફસાયા છે. 2 માસ અગાઉ આ તમામ લોકો કરાંચીમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. પરંતુ લોકડાઉનને કારણે પાકિસ્તાનમાં જ અટવાયા છે. ગોધરાના તેમના સ્વજનોના ઘણા પ્રયત્નો કરવા છતાં નથી પણ તેઓ વતન પરત આવી શક્તા નથી. પરિવાર વગર જ પાકિસ્તાનમાં અટવાયેલા લોકોએ રમજાન અને ઈદ પણ ત્યાં મનાવી હતી. પરત ફરવા માટે 4 જૂનની અમૃતસરથી ગોધરાની ટ્રેનની ટિકીટનું એડવાન્સ બુકીંગ કરાવ્યું હતું. પરંતુ સમયાંતરે ભારત અને પાકિસ્તાનમાં લોકડાઉનની અલગ અલગ તારીખો જાહેર થતા ગોધરાના આ નાગરિકો અટવાયા છે. ત્યારે તેઓએ એક વીડિયો જાહેર કરીને લાહોરથી વાઘા બોર્ડર ક્રોસ કરવાના પ્રશ્ન અંગે ભારત સરકાર મદદ કરે તેવી અપીલ કરી છે. આ અંગે તેઓએ લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને મેઈલથી અનેક વખત જાણ કરી છે, પરંતુ તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યુ નથી. 


કચ્છમાં લોકડાઉનમાં 100થી વધુ પરિવારોમાં લગ્નની શરણાઈ વાગી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નાગરિકોએ રજૂઆત કરી કે, હાલ પાકિસ્તાનમાં રેલ સેવા બંધ છે. તો ભારતમાં 1 જૂનથી રેલવે સેવા શરૂ થવા જઈ રહી છે. અમે બધાએ 4 જૂન, 2020થી અમૃતસરથી ગોધરાની રેલવી ટિકીટ બુક કરાવી છે. તેથી અમને અમારા વતન પરત ફરવા માટેના અવરોધ દૂર કરો. માત્ર અટારી-વાઘા બોર્ડર ક્રોસ કરવું અમારુ વતન પરત ફરવા માટે બાધાજનક છે. અમે વિનંતી કરીએ છીએ કે, અમને ત્યાં સુધી પહોંચાડવામાં આવે. આશા છે કે, અમારી વતન વાપસી માટે વ્યવસ્થ કરવામાં આવે. 


આ સાથે જ આ નાગરિકોએ તમામ 26 લોકોના નામ અને એડ્રેસ સાથેનું લિસ્ટ પણ આપ્યું છે, જેઓ હાલ પાકિસ્તાનમાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર