Rajkot News : રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલિન TPO મનસુખ સાગઠિયાની ઓફિસમાં ACBએ તપાસ હાથ ધરી હતી. જેમાં ACBની તપાસમાં સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ થયો છે. સાગઠિયાની ઓફિસમાં પાંચ કરોડ રોકડા મળી આવ્યા છે. તેમજ એક કરોડથી વધુની રકમનું સોનું સાગઠિયાની ઓફિસમાંથી મળ્યું છે. ત્યારે ACBની તપાસમાં સાગઠિયાના ભ્રષ્ટાચારના વધુ પ્રકરણ ખુલે તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનસુખ સાગઠિયાની ઓફિસ 150 ફૂટ રિંગ રોડ પરના ટ્વિન સ્ટાર બિલ્ડિંગમાં આવેલી છે. વેરો ન ભરવામાં આવતા ઓફિસને સીલ કરવામાં આવી હતી. જેને તપાસ માટે ખોલવામાં આવી. ગઈકાલ રાતથી એસીબી તપાસ કરી રહ્યું છે. સાગઠીયા 500 કરોડથી વધુનો આસામી હોવાનો દાવો કરવામાં આવ્યો. ભ્રષ્ટ સાગઠીયાની ઓફિસમાંથી કરોડોનો રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. 150 ફૂટ રિંગરોડ પર આવેલ સાગઠીયાની ઓફિસનું સીલ ખુલતા રૂપિયા 5 કરોડની રોકડ રકમ હાથ લાગી છે. તેમજ રોકડ રકમ ઉપરાંત એક કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું છે. 


એસીબીની તપાસમાં હજુ પણ વધુ ખુલાસા થાય તેવી પુરી શક્યતા છે. ચર્ચા છે કે, મનસુખ સાગઠીયા 500 કરોડથી વધુનો આસામી છે. સાગઠીયા સાથે સંકળાયેલા હજુ પણ એક પણ રાજકારણીનો નામ સામે આવ્યા નથી. પરંતું સાગઠીયાના માથે કોનો હાથ છે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. 


કોંગ્રેસની ઓફિસ પર પથ્થરમારો : કોંગ્રેસે કહ્યું-તાકાત હોય તો સામી છાતીએ અહી જ છીએ


સાગઠીયાની આવક કરતા વધુ સંપત્તિ
જિલ્લાના TRP ગેમઝોન અગ્નિકાંડમાં ટાઉન પ્લાનીગ, ફાયર સહિતના વિભાગના અધિકારીઓ સામે તપાસ ચાલી રહી છે. ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સામે ACBએ ફરિયાદ નોંધી છે. રાજકોટ મનપાના TPO મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતની ACBએ ફરિયાદ દાખલ કરી છે. ઉપરાંત સાગઠિયા સાથે સંકળાયેલાં ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન તપાસમાં 10.55 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી જે આવક કરતાં વધુ સંપત્તિ હોવાનું સૂચવે છે. રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં બંગલો મળ્યો છે. દરમિયાન તેના વતનમાં પણ ACBની તપાસ કરી રહી છે. સાગઠિયા પોતાની કાયદેસરની આવક રૂપિયા 2,57,17,359ના પ્રમાણમાં પોતાના તથા પરિવારજનોનાં નામે કુલ રોકાણ કરતાં તેમનો ખર્ચ રૂપિયા 13,23,33,323 કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયું છે.


રાજ્યના 8 જિલ્લા માટે આગામી એક કલાક ભારે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ