ભાવ વધતા નવા પ્રકારનું સોનુ ખરીદવાનો ટ્રેન્ડ, લોકો પસંદ કરી રહ્યાં છે અલ્ટ્રા લાઈટવેટ સોનું
Surat News : સોનાના ભાવ વધતા લોકોની અલ્ટ્રા લાઈટ વેઇટ જ્વેલરી તરફ વળ્યા,,, અલ્ટ્રા લાઈટ વેટ જ્વેલરી માત્ર ત્રણથી પાંચ ગ્રામમાં તૈયાર થઈ જાય છે,,, લગ્નસરાની સીઝન માટે લોકો આ જ પ્રકારની જ્વેલરીની ખરીદી કરવાનું પસંદ કરે છે
Gold Price Today : આજે સોનાના ભાવમાં 10 રૂપિયાનો વધારો નોંધાયો...10 ગ્રામ સોનાનો ભાવ 60,990 થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર જોવા ન મળતા ભાવ 76,700 રૂપિયા પ્રતિ કિલો થયો છે. આવામાં સોનાના ભાવ સતત વધતા લોકોની ખરીદી પર અસર જોવા મળી છે.સતત વધી રહેલા સોનાના ભાવ વચ્ચે લોકો હવે અલ્ટ્રા લાઈટ વેઇટ જ્વેલરી પસંદ કરી રહ્યા છે. આ અલ્ટ્રા લાઈટ વેટ જ્વેલરીની ખાસિયત છે કે આ જોવામાં ભારે લાગે છે અને માત્ર ત્રણથી પાંચ ગ્રામમાં તૈયાર થઈ જાય છે. ખાસ કરીને લગ્નસરાની સીઝન માટે ખરીદી કરવા લોકો આ લાઈટ વેઇટ જ્વેલરી પસંદ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં સતત વધારો નોંધાયો છે. જેના કારણે ગોલ્ડ જ્વેલરીની ખરીદીમા પણ ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં વધારો થતા જે લોકો વિચારી રહ્યા હતા કે હવે તેઓ જ્વેલરી ખરીદી શકશે નહીં ,તો સુરતમાં ખાસ લાઈટ વેઇટ જ્વેલરી તૈયાર કરવામાં આવી છે. જેના કારણે લોકો બજેટમાં ગોલ્ડ જ્વેલરીની ખરીદી કરી શકશે. સોનાના ભાવમાં વધારો થતા લોકો ગોલ્ડ જ્વેલરી ખરીદી કરવા માટે વિચારી રહ્યા હતા. પરંતુ સુરતના જ્વેલર્સ દ્વારા લોકો લગ્નસરાની સીઝનને ધ્યાનમા રાખી બજેટની અંદર ખરીદી કરી શકે તે માટે અલ્ટ્રા લાઈટ વેઇટ જ્વેલરી કલેક્શન બહાર પાડવામાં આવ્યું છે.
રાજીના રેડ થઈ જાઓ તેવી આગાહી : મે મહિનામાં નહિ પડે ભુક્કા બોલાવે તેવી ગરમી
ખાસ અલ્ટ્રા લાઈટ વેઇટ કલેક્શન લોકોને ચોક્કસથી પસંદ આવી રહી છે. કારણ કે જ્વેલરી ભરાવદાર હોય છે. બજેટમાં એક ગ્રામથી લઈને 10 ગ્રામ સુધીમાં પેન્ડન્ટ બુટી તેમજ નેકલેસ તૈયાર થઈ જાય છે. આ જ્વેલરીની ખાસિયત છે કે, આ જ્વેલરી જોવામાં ખૂબ જ આકર્ષક છે અને ભરાવદાર બનાવવા માટે મોતી સ્ટોન અને કુંદનનો વધારે વપરાશ કરાય છે. લોકો બજેટ અનુસાર ડિઝાઇન પસંદ કરી શકે છે. એટલું જ નહીં ભરાવદાર નેકલેસ 7 થી 10 ગ્રામમાં પણ તૈયાર થઈ જાય છે.
ગુજરાતના આ ગામડાઓના છોકરાવને કોઈ પરણવા તૈયાર નથી, અહીં કોઈ વહુ બનતા તૈયાર નથી