`ગોલ્ડન ગર્લ` સરિતા ગાયકવાડ હવે પોલીસ વિભાગમાં બજાવશે ફરજ, રાજ્ય સરકારે કરી નિમણૂક
એથલેટિક્સમાં શાનદાર પ્રદર્શન કરી ગુજરાતને ગૌરવ અપાવનાર દોડવીર સરિતા ગાયવકાડને રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં નિમણૂક આપી છે.
ગાંધીનગરઃ દેશ-દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડને રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં નિમણૂક આપી છે. ગુજરાત સરકારે એશિયન ગેમ્સ-2018ની 4x400 રિલે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડને પોલીસ ખાતામાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપી છે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ ટ્વીટ કરીને સરિતાને અભિનંદન આપ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube