Gujaratis In UK : હાલમાં યુકે પાર્લામેન્ટરી ઈલેક્શનની ચારેકોર ચર્ચા ચાલી રહી છે. ગુજરાતમાં પણ પડઘા સભળાઈ રહ્યાં છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુકે સાથેના સંબંધો અને ગુજરાતીઓની યુકેમાં સંખ્યા બન્ને પરિબળો જવાબદાર છે. ત્યારે આ બધી જ વસ્તુઓ વચ્ચે એક સમાચાર મળી રહ્યા છે કે ગોંડલ પાસેના ગુંદાળા ગામનો 35 વર્ષનો જુવાન કેતન પીપળીયા પણ આ ચૂંટણી લડી રહ્યો છે. અલબત્ત, એ વડા પ્રધાન બનવા માટે નહીં, સાંસદપદ માટે ચૂંટણી લડી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉથ વેસ્ટ હેર્ટફોર્ડશાયર નામની બેઠક પરથી સાંસદ બનવાની કેતનની હોંશ છે. 2009માં ભણવા માટે યુકે પહોંચેલા કેતને ત્યાં ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કર્યો અને હવે તો ફાર્મા કંપની ચલાવે છે. ભારતથી જતા હોય એવા યુવાન-યુવતીઓને નોકરી આપે છે અને સ્થાનિકોને મદદ પણ કરે છે. 


જોકે ગુજરાતથી યુકે જવા માંગતા લોકો મોટી સંખ્યામાં છે, પણ તેમને મદદ કરનારા ઓછા છે. એ બધાને મદદ મળી રહે એ પણ પણ કેતનનો ઉદ્દેશ છે. કેતન પોતે બ્રિટનમાં આ પ્રકારનો સંઘર્ષ કરી ચૂક્યા છે. હવે ગુજરાતથી બ્રિટન આવનારા લોકોને ઓછી મુશ્કેલી પડે એ માટે પણ ચૂંટાવુ પડે. કેમ કે સાંસદ બન્યા વગર એક હદથી વધારે મદદ કરી શકાતી નથી. 


ગુજરાત તરફ આવ્યું વાદળોનું ઝુંડ, આ અઠવાડિયું ભારે જશે, અતિભારે વરસાદની નવી આગાહી


સાઉથ વેસ્ટ હેર્ટફોર્ડશાયરના મતદારોમાં ભારતીયોની વસતી સારી છે. એ બધા વચ્ચે કેતન સહિત કુલ 9 ઉમેદવારો મેદાનમાં છે. એ વચ્ચે ગુજરાતી યુવાનને કેટલી સફળતા મળે છે એ પરિણામના દિવસે ખબર પડશે. પણ રાજકારણમાં ભારતીયો અને ગુજરાતીઓનું મહત્ત્વ વધી રહ્યું છે, તેની કોઈ ના પાડી ન શકે. હાલમાં કેતન પોતાની રીતે પાર્ટી માટે ચારેકોર લડી રહ્યા છે.


હાલમાં તૈયારીના ભાગરુપે ચાલતી પવૃતિ વિશે માહિતી આપતા કેતનભાઈ જણાવે છે કે, લોકલ એરિયામાં સર્ચમાં લેક્ચર આપીએ છીએ. તેમજ શાળા પુરી થતાં બાળકોના માતા પિતાને ચૂંટણી વિશે અને મતદાન વિશે જાગૃતિ આપીએ. વૃદ્દાશ્રમમાં પણ અમે લોકો જઈને અમારા વિશે તેમજ અમારી પાર્ટીના કાર્ય વિશે માહિતી આપી મતદાન જાગૃતિ વિશે માહિતી આપીએ છીએ.


જો કે એક જોવા જેવી વસ્તુ એવી છે કે બ્રિટનમાં રાજકારણમાં યુવાનો ખુબ જ ઓછો રસ લે છે. યંગ જનરેસનને પોલિટિક્સમાં અને ચૂંટણી લડવામાં જરાય રસ નથી એવું કહીએ તો પણ ખોટું નથી. સાઉથ વેસ્ટ હેર્ટફોર્ડશાયરની બેઠક પર 9 લોકો ઉભા એમાં પણ સૌથી યુવાન કેતન ભાઈ જ છે.


કેતનની પાર્ટીનું નામ યુકે વોઈસ છે અને હજુ 2022માં જ તેની સ્થાપના થઈ છે. જોકે એની પાર્ટી નેશનલ છે એટલે આખા દેશમાંથી તેના ઉમેદવારો ઊભા રહી શકે છે. જોકે આ વખતે તો કેતન એક જ ઊભા છે, પણ આ વખતે સફળતા મળે એટલે એ પોતાનો પક્ષ વિસ્તારશે અને વધારે બેઠક પર ઉભા રહેવાની યોજના બનાવશે.


અમદાવાદમાં મહાકાય ભુવો પડ્યો, જે વિસ્તાર સૌથી વધુ ટેક્સ આપે છે તેની હાલત સૌથી ખરાબ