કોરોનાના આ કપરાકાળમાં ગામડાના લોકોની મદદે આવેલા એક ફરિસ્તાની પ્રેરક વાત...
ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી (Pranab Mukherjee) અને ભારતના વધાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) જ્યારે જુદા જુદા કાર્યક્રમમોમાં રશિયા ગયેલા ત્યારે દુભાષીયા તરીકે ડો.રોહિતે સેવા આપેલી.
જયેશ ભોજાણી, ગોંડલ : લાખો રૂપિયાના પગાર આપતી ખાનગી હોસ્પિટલમાં રાજીનામુ આપી ગ્રામ્યની જનતા માટે ગામડામાં અદ્યતન કોવિડ સેન્ટર (Covid Center) શરૂ કર્યું. પોતાની બચતમાંથી લાખો રૂપિયાના મેડિકલ સાધનો, લેબ, ફાર્મસીને લગતી તમામ સામગ્રી ઉપલબ્ધ કરાવી અને આ તમામ સારવાર વિનામૂલ્યે પુરી પડશે. પૂજ્ય ગુરુ હરિ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામીની પ્રેરણાથી વતન મોવિયા તથા આસપાસના લોકો માટે કરી અદ્યતન કોવિડ હોસ્પિટલ (Covid Hospital) જે લોકો માટે સુખાકારી સાબિત થશે.
મારુ ગામ એ કોરોના મુક્ત ગામના સૂત્રને સાર્થક કરશે મોવિયા ગામ અને તેમની યુવા ટીમ. વાત છે ગોંડલ (Gondal) તાલુકાના મોવિયા ગામના વતની ડો.રોહિત ભાલાળા (Rohit Bhalala) ની કે જેમને એમ.બી.બી.એસ. અને એમ.ડી.કર્યા બાદ કોરોનરી હાર્ટ ડિઝિસમાં પીએચડી પણ કર્યું છે. રશિયન ભાષા પર પ્રભુત્વ ધરાવતા આ યુવા ડોક્ટર નિયમિત રીતે વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં જેનો સમાવેશ થાય છે એવી મોસ્કોની પીપલ્સ ફ્રેન્ડશિપ યુનિવર્સિટી ઓફ રશિયામાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ સેવા આપે છે.
Gujarat Corona Update: રાજ્યમાં આજે નોંધાયા 11,892 નવા કેસ, રિકવરી રેટ વધ્યો
ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી (Pranab Mukherjee) અને ભારતના વધાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) જ્યારે જુદા જુદા કાર્યક્રમમોમાં રશિયા ગયેલા ત્યારે દુભાષીયા તરીકે ડો.રોહિતે સેવા આપેલી. નાની ઉંમરમાં મોટી સફળતા મેળવનાર ડો.રોહિત ભાલાળા અમદાવાદ (Ahmedabad) માં મેડીકલ પ્રેક્ટિસ કરે છે ત્યારે યુવા ડો. રોહિતને થયું કે હાલ બેકાબુ કોરોનામાં ગામડાના લોકોની દયાજનક સ્થિતિ છે.
સામાન્ય અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાગ્રસ્ત લોકો માટે મારે કાંઈક કરવું છે. તે માટે તેમને મોવિયા ખાતે સ્થાનિક સંસ્થાઓ, અગ્રણીઓ સાથે વાત કરતા રામગરબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ મોવિયા સહીતના યુવાનોએ સહયોગ માટે તૈયારી બતાવી 2 દિવસમાં કોવીડ સેન્ટર ઉભું કરાયું. ડો.રોહિત ભાલાળા પોતાની લાખો રૂપિયાની પ્રેક્ટિસ છોડીને અને પોતાની અંગત બચત (મકાન લેવા માટે ભેગી કરેલી રકમ) સાથે લઈને અમદાવાદ (Ahmedabad) થી ગામડે આવી ગયા છે.
“સિવિલ હોસ્પિટલના હેલ્થ કેર વર્કર્સ ખરા અર્થમાં બન્યા "સેવાના સુપર સ્પ્રેડર્સ”!!
ડો.રોહિત ભાલાળા (Rohit Bhalala) ના ધર્મપત્ની ડો.ભૂમિ ગઢિયાએ પતિના નિર્ણયને દિલથી વધાવ્યો. ડો.રોહિતના માતાની તો આ હૃદયની ઈચ્છા હતી કે એનો દીકરો ગામડાના ગરીબ માણસો માટે કંઈક કરે કારણકે એમણે ગરીબાઈનો બધો અનુભવ કર્યો હતો. ડો.રોહિત ભાલાળાના મિત્રોએ પણ તમામ રીતે સહયોગ આપ્યો જેના પરિણામે તેઓ છેલ્લા બે ત્રણ દિવસથી ગામના આગેવાનો અને યુવાનો સાથે મળીને ગામમાં જ તમામ પ્રકારની સારવાર મળી રહે એવુ કોવિડ કેર સેન્ટર ઉભું કરવાની તૈયારીમાં લાગી ગયા છે.
શું આમ કોરોનામુક્ત થશે ગુજરાત, જાણો વલસાડ જિલ્લાના કોવિડ સેન્ટરોની વાસ્તવિકતા
લાખોની કિંમતના મેડિકલ સાધનો પોતાના ખર્ચે ઓર્ડર પણ કરી દીધા છે બે-દિવસમાં આ કોવિડ કેર સેન્ટર શરૂ થઈ જશે. ડો.રોહિત ભાલાળાએ કોરોનાગ્રસ્ત કેટલાય લોકોને પણ રોગમુક્ત કર્યા છે. હવે 4 એમબીબીએસ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ સાથે તેમજ જુદી જુદી 12 સમિતિઓના સંકલન દ્વારા ગ્રામ્યવિસ્તારના લોકો માટે અનોખો સેવા યજ્ઞ કોઈ જાતના ચાર્જ વગર ચલાવશે. આ કોવિડ કેર સેન્ટરમાં ઓપીડી, લેબોરેટરી, દવાઓ, ઓક્સીઝન બેડ, બાઇપેપ વગેરે જેવી આધુનિક હોસ્પિટલમાં મળે એવી સેવાઓ મળી રહે તે માટે દિલથી પ્રયત્ન કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube