Cyclone Biparjoy Effect: ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી છે. દેવભૂમિ દ્વારકા છેલ્લા બે દિવસથી ભક્તો માટે બંધ રાખવાની ફરજ પડી છે, પરંતુ હાલ એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. વાવાઝોડા બાદ દ્વારકાધીશ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને તેમણે ભગવાનના દર્શન કર્યા છે. વાવાઝાડીની સ્થિતિ બાદ હર્ષ સંઘવીએ દ્વારકાધીશના આશીર્વાદ લીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ તો GPSCએ મોકૂફ રાખેલી પરીક્ષાની તારીખ..


દ્વારકાધીશ મંદિરે દર્શન બાદ ધ્વજારોહણ પણ કર્યુ
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકા પરનું મોટુ સંકટ હટી જતા ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા ત્યારબાદ પુજા અર્ચના કરીને ધ્વાજારોહણ કર્યું હતું. સતત 4 દિવસ સુધી હર્ષ સંઘવી દ્વારકા જિલ્લામાં રોકાયા હતા અને સ્ટેન્ડ બાય રહી પરિસ્થિતિના તાગ મેળવી અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. સતત ત્રણ દિવસ તુફાની વાતાવરણ બાદ ફરી ધ્વજા ચાડવાઈ છે. ગૃરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભગવાન દ્વારકાધીશ અને સોમનાથ દાદાની કૃપા બની રહી છે. આજથી ફરી દ્વારકા ધમધમી ઉઠશે. 


ગુજરાતમાં તલાટી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષાના પરિણામ જાહેર, જોવા માટે અહી કરો ક્લિક


1500 વીજપોલ ધરાશાયી થયા
દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે સમગ્ર જિલ્લામાં 1500 જેટલા વીજપોલ ધરાશાયી થયા છે. ખાંભળિયાના કોલવા ભટ્ટ ગામમાં વીજપોલ ધરાશાયી થતાં ગામનો રસ્તો બ્લોક થઈ ગયો છે.


આ તારીખ બાદ ગુજરાતમાં બેસી જશે વિધિવત ચોમાસું! અંબાલાલ પટેલની મોટી આગાહી


અનેક વૃક્ષો ધરાશાયી
દ્વારકા જિલ્લામાં બિપોરજોય વાવાજોડાથી વૃક્ષોને વ્યાપક નુકસાન થયું છે. જિલ્લામાં અનેક જગ્યાએ વિશાળ વૃક્ષો ધરાશાયી થયા છે. દ્વારકા, ભાટિયા,  ટંકારીયા, નાગેશ્વર, નાવદ્રા ખંભાળિયામાં વૃક્ષો પડ્યા છે. ટંકારિયામાં 100 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થયું છે. દ્વારકામાં ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારમાં પતરા અને શેડ ઉડી ગયા છે. બિપોરજોય વાવાઝોડાના કારણે દરિયામાં અતિભારે કરંટ જોવા મળી રહ્યો છે. 


ખેતી કરી તો કરોડપતિ બની જશો, દુનિયાના સૌથી મોંધા મશરૂમની એડવાન્સમાં થાય છે બુકિંગ