ઝી બ્યુરો/ગાંધીનગર: ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતો માટે અનેકવિધ મહત્વના નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેડૂતો માટે ખેતીવાડીમાં સૂક્ષ્મ સિંચાઈ માટે પાંચ હોર્સ પાવરનુ અલાયદું વીજ જોડાણ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું ના સમજતા કે આ વાવાઝોડું આવશે અને જતું રહેશે! નવરાત્રિ અને દિવાળી પણ બગાડશે!


ઊર્જામંત્રીએ ઉમેર્યું કે, જે જગ્યાએ પાણીના તળ નીચા ગયા છે ત્યાં આવું વીજ કનેકશન આપવા માટે ખેડૂતોની, લોકપ્રતિનિધિઓની અને ખેડૂત સંગઠનોની રજૂઆત હતી જેને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલ આ નિર્ણયના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના મહત્તમ ખેડૂતોને લાભ મળશે. ખેતરમાં બનાવેલ હોજ/સંપ/ટાંકા/ખેત-તલાવડીમાંથી પાણી ઉદ્બહન કરી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેતુ મહત્તમ 05(પાંચ) હોર્સ પાવરનું ખેતી વિષયક વીજ જોડાણ અપાશે.


વાહ! સૌરાષ્ટ્રની આવી છે શાન, કરોડોનું દાન કરવા રોયલ ગાડી નહીં પણ સ્ટ્રેચર પર પહોંચી


તેમણે ઉમેર્યું કે, જે ખેડૂત કોઈ પણ સ્રોત દ્વારા પોતાના ખેતરમાં બનાવેલ હોજમાં પાણી ભરે અને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિથી સિંચાઇ કરે તો મહત્તમ 5 (પાંચ) હોર્સ પાવરનું અલાયદુ કૃષિ વીજ જોડાણ આપવા માટેનાં રાજય સરકાર દ્વારા વર્ષ 2017માં ધારાધોરણો નિયત કરાયા હતા. હવે તેમાં સુધારો કરી “હોજ ઉપરાંત સંપ, ટાંકા અને ખેત-તલાવડીમાં થી પણ ખેડૂત પાણી ઉદ્વહન કરી શકશે એવો સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા નોંધવામાં આવેલ ખેત-તલાવડીઓ ઉપરાંત સ્વખર્ચે બનાવેલ ખેત તલાવડીઓને પણ આ નિયમ લાગુ રહેશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું. 


ગુજરાતને ચક્રવાતનો 'ખતરો' : આ 2 રાજ્યોમાં દરિયો તાફોની બનશે, આ છે ફક્ત રાહતના સમાચાર


રાજ્ય સરકારના આ ખેડૂત-હિતલક્ષી નિર્ણયને કારણે ભૂગર્ભજળની બચત થશે સાથે સાથે માત્ર ૫ હો.પા.ના ખેતીવાડી વીજ જોડાણના વીજ વપરાશને કારણે ખેડૂતોને વીજબીલમાં પણ બચત થશે. તેમજ પોતાના ખેતરમાં ખેત-તલાવડી બનાવી તેના પાણીનો સિંચાઇ માટે ઉપયોગ કરવા ખેડૂતોને પ્રોત્સાહન મળશે. 


આઘા રહેજો! ગુજરાતના આ વિસ્તારો તરફ આવી રહી છે આફત, તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ