Gandhinagar: સરકારી નોકરી વાંચ્છુકો માટે સારા સમાચાર, જાણો ગુજરાત સરકારે શું લીધો મોટો નિર્ણય?
Gandhinagar: સરકારી નોકરી વાંચ્છુકો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં નોકરીની તકો ખોલી છે. ખેડૂત કલ્યાણકારી યોજનાઓના અમલ માટે નવા મહેકમને મંજૂરી આપવામાં આવી છે.
હિતલ પારેખ/ગાંધીનગર: સરકારી નોકરી શોધી રહેલા લોકો માટે એક ખુશ ખબર મળી રહ્યા છે. રાજ્ય સરકારની ભરતીઓમાં વિદ્યાર્થીઓ લાંબા સમયથી રાહ જોતા હતા તે ઘડી આવી પહોંચી છે.
'દેશમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, કોઈને છોડવામાં નહિ આવે': ભરત બોધરા
સરકારી નોકરી વાંચ્છુકો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં નોકરીની તકો ખોલી છે. ખેડૂત કલ્યાણકારી યોજનાઓના અમલ માટે નવા મહેકમને મંજૂરી આપવામાં આવી છે. જેમાં વર્ગ 1 અને 3 ની 1120 જગ્યાઓ મંજૂર કરવામાં આવી હોવાની માહિતી મળી છે. કુલ મહેકમ પૈકી કેટલીક જગ્યાઓ રાજ્ય સરકારના નિયમ મુજબ પ્રમોશનથી ભરવાની રહેશે. બાકી રહેતી જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની રહેશે.
ગોધરાકાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતોને મોટી રાહત, SCએ આપ્યા જામીન
આ સિવાય અન્ય એક વિભાગ એટલે કે ખેતી મદદનીશ વર્ગ 3 ની 825 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. જુનિયર ક્લાર્ક વર્ગ 3માં 293 જગ્યાઓ મંજૂર કરાઈ છે. જ્યારે નાયબ ખેતી નિયામક વર્ગ 1 ની 2 જગ્યાઓને મંજૂરી મળી છે.