દિનેશ વિઠ્ઠલાણી, દેવભૂમિ દ્વારકાઃ દ્વારકાધીશના ભક્તો માટે ખુશીના સમાચાર છે. જન્માષ્ટમી પર દ્વારકાનું જગત મંદિર ખુલ્લું રહેશે. મંદિરમાં ભક્તો રાબેતા મુજબ દર્શન કરી શકશે. દ્વારકા મંદિર વ્યાવસ્થાપન સમિતિ અને દ્વારકાના જિલ્લા કલેક્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મહત્વનું છે કે જન્માષ્ટમીના દિવસે દ્વારકામાં ભગવાનના દર્શન કરવા માટે લાખો ભક્તો આવતા હોય છે. પાછલા વર્ષે કોરોનાને કારણે મંદિર બંધ રહ્યું હતું. ત્યારે આ વખતે ભક્તો અહીં દર્શન કરી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના ગાઇડલાઇનનું કરવું પડશે પાલન
દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે દરેક ભક્તોએ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. મંદિર પરિસરમાં દર્શન આવતા ભક્તોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે. આ સાથે સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે મંદિરમાં કુંડાળા-સર્કલ કરવામાં આવ્યા છે. ભક્તોએ કોરોનાના નિયમોનું પાલન કરી લાઇનમાં ઉભા રહી દર્શન કરવા પડશે. 


આ પણ વાંચોઃ રાજ્યના તમામ જિલ્લાઓની શાળા-કોલેજોમાં કોરોના વેકસીનેશન કેમ્પનું આયોજન કરાશે


ભક્તો ઓનલાઇન દર્શન કરી શકશે
દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા દર્શન કરવા આવતા ભક્તોને કોરોનાના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે ભક્તો ઓનલાઇન દર્શન કરી શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે ઘરે બેઠા જન્માષ્ટમીના દિવસે ઘરે બેઠા www.dwarkadhish.org વેબસાઇટ પર ઘરે બેઠા દર્શન કરી શકશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube