શિક્ષકોની ભરતીને લઇને ખુશખબર, TET-TAT મુદ્દે ઋષિકેશ પટેલની મહત્વપૂર્ણ જાહેરાત
Recruitment of teachers : TAT ભરતી મુદ્દે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકારે માધ્યમિક અને હાયર માધ્યમિકમાં 7500 શિક્ષકો ભરતી કરશે. ટેટ 1 અને 2 માં સરકારે ભરતી અંગે આયોજન કર્યું છે. આગામી સમયમાં ભરતી નિયમો પૂરા થતાંની સાથે એ શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે.
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં ફરી એકવાર શિક્ષકોની ભરતીને લઈને એક ખુશખબર સામે આવી રહ્યા છે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે TAT ભરતી મુદ્દે એક નિવેદન આપીને ઉમેદવારોને ખુશખલા કરી દીધા છે. ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકારે માધ્યમિક અને હાયર માધ્યમિક 7500 શિક્ષકોને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હવે છોતરાં કાઢી નાંખશે! ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ક્યા પડશે અતિભારે વરસાદ
TAT ભરતી મુદ્દે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સરકારે માધ્યમિક અને હાયર માધ્યમિકમાં 7500 શિક્ષકો ભરતી કરશે. ટેટ 1 અને 2 માં સરકારે ભરતી અંગે આયોજન કર્યું છે. આગામી સમયમાં ભરતી નિયમો પૂરા થતાંની સાથે એ શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે.
ગુજરાતના આ રમણીય સ્થળોએ ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય, નદી-નાળા છલકાવા લાગ્યા!
અગાઉ કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. તેમણે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
ભાજપના મહિલા કોર્પોરેટરે વિધાનસભાના દંડકની મજાક ઉડાવી! 'તોફાનીને જ મોનિટર બનાવાય'
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.
ગુજરાતમાં ગત મોડી રાત્રે મોટી રેલ દુર્ઘટના ટળી! આ રીતે ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ