ઉદય રંજન, અમદાવાદઃ કોરોના સંકટ વચ્ચે ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા અને ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરીની શરૂઆત થવાની છે. ત્યારે ગુજરાત પણ વેક્સિનેશન માટે તૈયાર છે. ગુજરાતમાં આજે કોરોનાની વેક્સિન પહોંચવાની છે. આજે સાંજે 5 કલાકે અમદાવાદ એરપોર્ટ પર કોરોના વેક્સિન પહોંચશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં વેક્સિનેશન માટે ખાસ તૈયારીઓ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણના મહા અભિયાનની શરૂઆત થવાની છે. ત્યારે સીરમ ઈન્સ્ટિટ્યૂટની વેક્સિન આજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. આ વેક્સિનને ગ્રીન કોરીડોરમાં ગાંધીનગર ખાતે લઈ જવાશે. જે રસ્તા પર વેક્સિન લઈ જવાની છે ત્યાં સમગ્ર જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 


અમદાવાદમાં ડિલિવરી બોયની કરતૂત, લિફ્ટમાં લઘુશંકા કરી, પછી પાર્સલ ગ્રાહક સુધી પહોંચાડ્યું  


અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી વેક્સિન લઈ જવામાં આવશે.આ રૂટ પર એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહીતના પોલીસકર્મીઓ તૈનાત રહેશે. તો રાજ્યના લોકો સુધી વેક્સિન પહોંચાડવા માટે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પ્રથમ તબક્કામાં આરોગ્યકર્મી તથા ફ્રંટલાઇન વર્કરોને વેક્સિન લગાવવામાં આવશે. 


વેક્સિનની કામગીરીમાં સંકળાયેલો તમામ સ્ટાફ કાર્યરત થઈ ગયો છે. કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરશે. વેક્સિનને ખાસ ટેમ્પ્રેચરમાં રાખવામાં આવશે. તે માટે પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube