Gujarat Monsoon 2024: પાડાના વાંકે પખાલીને ડામની કહેવત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને પદાધિકારીઓ માટે એકદમ ફિટ બેસે છે. સત્તાધીશો અને પદાધિકારીઓ વિકાસ કામોના નામે કટકી કરવામાંથી, પોતાનું ઘર ભરવામાંથી ઉંચા નથી આવતા તો...શહેરની સમસ્યાઓનું સમાધાન ક્યાંથી આવે. સામાન્ય વરસાદમાં તો કહેવાતા મેગાસીટી અમદાવાદની બેન્ડ વાગી ગઈ છે. અમદાવાદના ગોતાના વંદેમાતરમ વિસ્તારમાં ભારે વરસાદે કેમનું જવું એ સૌથી મોટી સમસ્યા બની જાય છે. આ વિસ્તાર તંત્રના પાપે રામભરોસે થઈ જાય છે. ગોતા એ અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર છે પણ કેટલાક નેતાઓના પાપે આ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો નથી અને ભારે વરસાદમાં હજારો વાહનચાલકો અટવાઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારણ વગર બહાર નીકળતા નહિ! ભારે વરસાદને કારણે ગુજરાતના 433 રસ્તા બંધ છે


ગોતામાં વંદેમાતરમમાં જવાના ફક્ત 3થી 4 રસ્તા છે એ તમામ વિસ્તારોમાં કેડસમા પાણી ભરાય છે. તંત્રના પાપે ગોતાના વંદમાતરમમાં માત્ર કાગળ પર વિકાસ દેખાડવામાં આવી રહ્યો છે. અહીં ચોમાસામાં લોકોને વિકટ સમસ્યાનો સામનો કરવો પડે છે. ગોતાના વંદેમાતરમ વિસ્તારમાં વરસાદી સીઝનમાં ઘૂસો એટલે છેક ગોદરેજ ગાર્ડન સીટી સુધી મોત આવે એવી સ્થિતિનું નિર્માણ થાય છે. ચોમાસામાં તો રોડ શોધવો મુશ્કેલ બની જાય છે.


અમદાવાદના ગોતાના વંદમાતરમ સુધી પહોંચવું હોય તો એસજી હાઈવેથી ખોડિયાર રેલવે ક્રોસિંગથી પહોંચાય પણ અહીં સ્મશાન ગૃહ રોડથી ખોડીયાર રેલવે ક્રોસિંગને પાર કરવો એ જોખમરૂપ છે. વાહનચાલકો પોતાના જોખમે પાણીમાં વાહનો નાખી રહ્યાં છે. અહીંયાંથી પાણી કાઢવાનો કોઈ રસ્તો નથી. છેલ્લા 2 દિવસથી અહી પાણી ભરાયેલા છે. વંદમાતરમ વાસીઓ વિશ્વકર્મા મંદિરથી પણ જઈ શકે છે પણ અહીં વિશ્વાસ સીટી પાસે એનાથી પણ વધારે ખરાબ હાલત હોય છે. ગોતા વાસીઓ નવા બનેલા ગોદરેજ બ્રિજ પરથી ગોતા વંદમાતરમમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે તો અહીં બ્રિજના છેડાથી લઈને સેવી સ્વરાજનો રસ્તો પાણીથી ભરાયેલો છે. 


પરેશ ગોસ્વામીએ 14 જિલ્લાઓને આપ્યું સુપર રેડ એલર્ટ! 36-40 કલાકમાં બધું જળબંબાકાર થશે


રાણીપ બાજુથી પણ અંડરપાસ બંધ થઈ જાય છે. આમ અહીં વિકાસ તો થયો છે પણ પાણી કાઢવાનો માર્ગ નથી. ગોતા બ્રિજથી વંદમાતરમ જવા માટે એક અંડરપાસ એ સીધો રસ્તો છે પણ નેતાઓના પાપે આ અંડરપાસ છેલ્લા 4 વર્ષથી લટકી રહ્યો છે. જેમાં એક નેતાજીને આ અંડરપાસમાં રસ નથી. હવે ગોદરેજ ગાર્ડન સીટીથી ચાંદખેડા પાસે બનાવેલો ગોળ રાઉન્ડનો અંડરપાસ બનાવીને નેતાજીને સાચવી લેવાનું અહીંનું સ્થાનિક તંત્ર પ્રયાસો કરી રહ્યું છે. ભલે પછી દર ચોમાસે આ અંડરપાસ પાણી ભરાયને બંધ કરવો પડે પણ દરેકને પોતાની મલાઈમાં રસ છે. ગોતાના કોર્પોરેટર અને સ્થાનિક ધારાસભ્ય મગનું નામ મરી પાડી રહ્યાં નથી. મત લેવા સોસાયટી સોસાયટી ફરતા સ્થાનિક કોર્પોરેટરો પાણી ભરાય એ સમયે ડોકાતા નથી. તંત્રના પાપે અહીં હજારો વાહનચાલકો આ 2 દિવસના વરસાદમાં રસ્તાઓ શોધી રહ્યાં છે કે કઈ રીતે ઘરે પહોંચવું....


 27 ઑગસ્ટના રોજ ગુજરાતના 28 જિલ્લામાં ભારે વરસાદના લીધે રેડ ઍલર્ટ અને 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના અનેક શહેરમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, નવસારી, ખેડા, પંચમહાલ, મોરબી, અને કચ્છમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘણા વિસ્તારો સંપર્ક વિહોણા બની ગયા છે. 8 ઈંચ વરસાદમાં સ્માર્ટસિટી અમદાવાદમાં ખાડેખાડા થઈ ગયા છે. અમદાવાદમાં નોકરી-ધંધે જતા લોકોને હાલાકી પડી રહી છે તો ઠેર-ઠેર પાણી ભરાયાં છે. ઝરમર વરસાદ વચ્ચે આજે ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી, જેને પગલે અમદાવાદ શહેરમાં ગઈકાલે દિવસ દરમિયાન અવિરત વરસાદ વરસતો રહ્યો હતો. જેને કારણે શહેરના રોડ રસ્તા ધોવાઈ ગયા છે. ફક્ત સાતથી આઠ ઇંચ વરસાદમાં અમદાવાદ સ્માર્ટ સિટીમાંથી ખાડા સિટી બની ગયું છે. 


ગુજરાતમાં પૂર જેવા વરસાદમાં આર્મીની એન્ટ્રી, આ ચાર જિલ્લામાં મોકલાશે ટીમ


અમદાવાદ શહેરમાં હાલ ઈસનપુરથી ઈસ્કોન સુધી, નરોડાથી નારણપુરા સુધી, ઘોડાસરથી ઘાટલોડિયા સુધી, ગોમતી પુરથી ગોતા સુધી અને સાબરમતીથી સાણંદ સુધી...અત્ર યત્ર સર્વત્ર પાણી-પાણી છે. દેખીતી રીતે એવું લાગશે કે આ તો વરસાદનું પાણી છે. પણ સાચું કહીએ તો આ માત્ર વરસાદનું પાણી નથી પણ આ અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશન, તેના ભ્રષ્ટ સત્તાધીશો અને પદાધિકારીઓનો પાપ ફૂટી નીકળ્યો છે. જેની સજા ભોગવી રહ્યું છે આખું અમદાવાદ શહેર. વિકાસના નામે મત આપવાની સજા ભોગવી રહ્યાં છે 60 લાખ અમદાવાદીઓ....


ભાજપ હોય કે કોંગ્રેસ અહીં બન્ને જ સરખા છે. જોકે, છેલ્લાં 3 દાયકાથી ગુજરાતમાં ભાજપ સત્તા પર છે અને વિકાસના વાયદા કરી કરીને વોટ લઈને ફરી સત્તા પર આવતું રહે છે. નરેન્દ્ર મોદી વિકાસના વાયદા કરીને ગુજરાતથી દિલ્લીની ગાદી સુધી પહોંચ્યા. એકવાર નહીં મોદી સતત ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા. જે આપણાં સૌ માટે એક ગુજરાતી તરીકે ગૌરવની વાત છે. પણ તેમના ગયા પછી ગુજરાત અને ખાસ કરીને તેમની કર્મભૂમિ રહી ચુકેલા શહેર અમદાવાદની શું દશા થઈ એ જોવા જેવી છે. વિકાસના નામે રિવરફ્રન્ટ અને કાંકરિયા લેક તો બન્યો પણ...આ શહેરમાં લોકો સવારે ઘરેથી ઓફિસ જાય તો...સમાન્ય વરસાદ બાદ સાંજે ઘરે પરત ફરવા માટે લોકોને રસ્તો નથી મળતો....


મોરબી ફરી સંકટમાં! મચ્છુ ડેમના 38 માંથી 30 દરવાજા ખોલાયા, કલેક્ટરે લોકોને કરી અપીલ


લગભગ 10 હજાર કરોડનું બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શહેરમાં 10 રસ્તા પણ સારા કહી શકાય એવા નથી. આ હાલ છે આપણા અમદાવાદના. એ અમદાવાદ જે વર્લ્ડ હેરિટેજ સિટી છે, એ અમદાવાદ જે રાજ્યનું આર્થિક પાટનગર કહેવાય છે. મેઘરાજા અમદાવાદ પર એવા વરસ્યા કે કોઈ વિસ્તારને ન છોડ્યો...બધા જ વિસ્તારોને પાણીની તરબોળ કરી નાંખ્યા...અમદાવાદના એક બે નહીં પણ તમામ વિસ્તાર પાણીથી લબાલબ છે..


અમદાવાદમાં સોમવારથી શરૂ થયેલો વરસાદ અવિરત વરસી રહ્યો છે. જેના કારણ શહેરવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાઇ ગયા છે. રાજકોટમાં જનજીવન ખોરંભાયું છે. પોશ વિસ્તારો જળબંબાકાર, રસ્તાઓ પર દરિયાની જેમ પાણી ફરી વળ્યાં, લોકોએ કહ્યું- ઘરે બેસવાની પણ જગ્યા બચી નથી.રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને અંદાજે 15 ઇંચ કરતા વધુ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં તો ઠેર-ઠેર પાણી ભરાયા છે. પરંતુ શહેરના પોશ વિસ્તાર ગણાતા નાનામોવા રોડ ખાતેની સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી જ


ગુજરાતમાં ચારેતરફ હાહાકાર! વડોદરા-રાજકોટના હાલ બેહાલ થયા, કચ્છ તરફ ડીપ ડિપ્રેશન આવે


અમદાવાદમાં સરેરાશ 5 થી 9 ઈંચ વરસાદ ખાબકતાં અમદાવાદ જળબંબાકાર થઈ ગયુ છે. શહેરના રસ્તાઓ અને સોસાયટીઓમાં ગોઠણથી કેડસમા પાણી ભરાઈ ગયાં છે. ત્યારે આજે વહેલી સવારથી ખાબકી રહેલા વરસાદે નગરજનો ચિંતા વધારી છે. ગત 24 કલાકમાં નરોડા અને મણીનગરમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉસ્માનપુરામાં 11 ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં સરેરાશ 5 થી 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આખી રાત વરસાદ વરસતાં સવારે 6 વાગ્યા સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.