કારણ વગર બહાર નીકળતા નહિ! ભારે વરસાદને કારણે ગુજરાતના 433 રસ્તા બંધ છે

Gujarat Flood : રાજ્યમાં મેઘતાંડવને જોતા તૈનાત કરાશે આર્મીની ટીમ.... રાજ્યના 4 ઝોનમાં આર્મીની ટીમ મોકલાશે.... તો સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલ આર્મી, નેવી, NDRF સાથે કરશે મહત્વની બેઠક... ભારે વરસાદને કારણે ગુજરાતના 433 રસ્તાઓ બંધ
 

કારણ વગર બહાર નીકળતા નહિ! ભારે વરસાદને કારણે ગુજરાતના 433 રસ્તા બંધ છે

State Highways, Roads Closed In Gujarat :  ગુજરાતને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે આર્મીની 6 કોલમ ફાળવી છે. વરસાદથી વધુ અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં આર્મીની કોલમ ડિપ્લોય કરાઈ છે. ગુજરાતમાં ભારે વરસાદની આપત્તિમાં રાહત-બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે રાજ્યમાં આર્મીની ૬ કોલમ ફાળવી છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી છે. 

ગુજરાતના 433 રસ્તાઓ બંધ
રાજ્યભરમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદને પગલે એસ.ટી બસ પરિવહનને માઠી અસર પડી છે. વરસાદને લઈ રાજ્યભરના 433 રૂટ બંધ હાલતમાં છે. છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડાનાં રૂટ ઉપર માઠી અસર થઈ છે. રાજ્યમાં 433 રૂટ બંધ કરતા 2081 ટ્રીપ કેન્સલ થઈ છે. કુલ 14512 રૂટ પૈકી 433 રૂટ બંધ  તેમજ 40515 ટ્રીપ પૈકી 2081 ટ્રીપ બંધ છે. 

  • રાજ્ય ભારે વરસાદના કારણે રોસ રસ્તાઓ બંધ 
  • ભારે વરસાદના કારણે રાજ્યમાં 636 રસ્તાઓ બંધ
  • રાજ્યમાં સ્ટેટ હાઇવે 34 હાઇવે બંધ

જેમાં ખેડા 6, આણંદ 2, કચ્છ 1,બરોડા,6, નર્મદા 1, પચમહાલ 4, ભરૂચ 2, દાહોદ 2, સુરત 1,  વલસાડ 1, રાજકોટ 1, મોરબી 4, સુરેન્દ્રનગર 3 રસ્તા બંધ છે. રાજ્યમાં અન્ય માર્ગો કુલ  44 બંધ છે. જેમાં ખેડા 10, આણંદ 5, અવવલ્લી 3,ગાંધીનગર1, કચ્છ 2, બરોડા 2, છોટા ઉદેપુર 1, પચમહાલ 3, દાહોદ 5, નવસારી 1, વલસાડ 2, રાજકોટ 2 અને મોરબી 2, સુરેન્દ્રનગર 5 રસ્તા બંધ છે. 

રાજ્યમાં પંચાયતના કુલ 557 માર્ગો બંધ છે
અમદાવાદ 1, ખેડા 31, આણંદ 5,  સાબરકાંઠા 1, અરવલ્લી 12, બનાસકાંઠા 3,કચ્છ 22, બરોડા 37, છોટા ઉદેપુર 38, નર્મદા 9, પચમહાલ 17, ભરૂચ 7, મહીસાગર 24, દાહોદ 46, સુરત 33, તાપી 65,નવસારી 62, વલસાડ 70, ડાંગ 5, રાજકોટ17,મોરબી 10, જામનગર 11, દ્રારકા  1, સુરેન્દ્રનગર 16, ભાવનગર 3, અરમેલી 1,જૂનાગઢ 4, પોરબંદર 6 રસ્તા બંધ છે. રાજ્યમાં એક નેશનલ હાઇવેને પણ વરસાદ ના કારણે બંધ કરવામાં આવ્યો છે છોટા ઉદેપુર 1 માર્ગ નેશનલ હાઇવે બંધ છે.

કચ્છ પોલીસ દ્વારા સામખિયાળી માળિયા હાઇવે બંધ કરાયો. મોરબી મચ્છુના 32 જેટલા દરવાજા ખોલતા માર્ગ બંધ કરાયો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માર્ગ ડાયવર્ટ કરાયો. અમદાવાદ, રાજકોટ, જામનગર જતા તમામ વાહનોને રાધનપુર હાઇવે પર જવા ડાયવર્ઝન અપાયું. ઇમરજન્સી સિવાય બારે ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ.

હજુપણ મહીસાગર નદીનું જળ સ્તર વધશે
ખેડામાં શેઢી નદી બાદ હવે મહીસાગર નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. ખેડા અને વડોદરા જિલ્લાનો સંપર્ક કરાયો. ગળતેશ્વરથી વડોદરાના ડેસરને જોડતો ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થયો. ઓવરબ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરી પોલીસ કાફલો ગોઠવાયો. નીચાણવાળા વિસ્તારમાં ન જવા મુસાફરો સ્થાનિકોને તંત્રની સૂચના અપાઈ. વણાકબોરી ડેમમાંથી હજુ બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હજુપણ મહીસાગર નદીનું જળ સ્તર વધશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news