મોરબી ફરી સંકટમાં! મચ્છુ ડેમના 38 માંથી 30 દરવાજા ખોલાયા, કલેક્ટરે લોકોને કરી અપીલ

Morbi Rain : મોરબી નજીકના મચ્છુ બે ડેમમાં સતત પાણીનો વધારો, 38 પૈકીના 30 દરવાજા ખોલવામાં આવ્યા, અઢી લાખ કયુસેક કરતાં વધુ પાણીનો જળ જતો મચ્છુ નદીમાં છોડવામાં આવ્યો, મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવતા મચ્છુ નદી ગાંડીતુર... મોરબીનો મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાયો... મચ્છુ-2 ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતાં મોરબી જિલ્લાના લોકોમાં ખુશી... 

મોરબી ફરી સંકટમાં! મચ્છુ ડેમના 38 માંથી 30 દરવાજા ખોલાયા, કલેક્ટરે લોકોને કરી અપીલ

Gujarat Flood હિમાંશુ ભટ્ટ/મોરબી : મોરબી નજીકના મહાકાય મચ્છુ-2 ડેમમાં વરસાદી પાણીની આવક સતત વધી રહી છે જેથી કરીને હાલમાં 28 દરવાજાને ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને મચ્છુ નદી પણ બે કાંઠે રહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ નદીમાં છોડવામાં આવતું પાણી મચ્છુ-3 ડેમમાં જતું હોવાથી મચ્છુ-3 ડેમના પણ 15 જેટલા દરવાજાને 15 ફૂટ સુધી ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ પાણીના પ્રવાહથી દૂર રહેવા માટે મોરબી જિલ્લાના કલેક્ટર જિલ્લાના લોકોને અપીલ કરી છે.

મચ્છુ -2 ડેમના 18 દરવાજાને 15 ફૂટ સુધી અને 10 દરવાજા પાંચ ફુટ સુધી ખોલવામાં આવ્યા 
મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2 થી લઈને 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને વાંકાનેર પંથકમાં તથા મોરબી ના મચ્છુ ડેમના કેચમેંટ વિસ્તાર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. ત્યારે મોરબી સિંચાઈ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે, આજે સવારે 9:00 વાગ્યાથી મચ્છુ -2 ડેમના 18 દરવાજાને 15 ફૂટ સુધી અને 10 દરવાજા પાંચ ફુટ સુધી ખોલવામાં આવ્યા છે અને હાલમાં મચ્છુ-2 ડેમમાંથી પાણીના જળ જથ્થાને નદીમાં છોડવામાં આવી રહ્યો છે. જેથી કરીને મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ નદી પણ બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે.

પાણીના પ્રવાહથી દૂર રહેવાની અપીલ
આ નદીમાં છોડવામાં આવતું પાણી આગળ જતાં મચ્છુ-3 ડેમમાં જતું હોવાથી મચ્છુ3 ડેમના પણ 15 દરવાજા 15 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને પાણીના જથ્થાને છોડવામાં આવ્યો છે. ત્યારે મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના નીચેના વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. તેમજ નદીના પટમાં કોઈએ પણ ન જવા માટેની સૂચના આપવામાં આવી છે. આટલું જ નહીં મોરબી જિલ્લામાં ખૂબ સારો વરસાદ છેલ્લી 24 કલાકમાં પડ્યો છે અને હજુ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં મોરબી જીલ્લો રેડ એલર્ટમાં છે, જેથી કરીને મોરબી જિલ્લાના કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા પણ લોકોને પાણીના પ્રવાહથી દૂર રહેવા માટેની અપીલ કરવામાં આવી છે.

મચ્છુ-2 ડેમના તમામ દરવાજા ક્યારે ખોલ્યા હતા ?
વર્ષ 1979 માં આવેલ પુર હોનારત પછી ડેમનું નિર્માણ કરવામાં આવ્યું ત્યાર બાદ તેમાં જુના 18 અને નવા 20 આમ કુલ મળીને 38 દરવાજા ફીટ કરવામાં આવ્યા હતા અને આ ડેમની કુલ જળ ક્ષમતા 3104 એમસીએફટી છે જોકે વર્ષ 2017 માં મોરબી જિલ્લામાં અને ખાસ કરીને મચ્છુ બે ડેમના ઉપરવાસ અને કેચમેંટ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો જેથી કરીને પાણીની જાવક કરવા માટે થઈને આ ડેમના 38 દરવાજા ખોલવામાં આવ્યા હતા એટલે કે ડેમ તૂટ્યો ત્યાર પછી પુનઃ તેનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારથી લઈને વર્ષ 2017 સુધીમાં ક્યારેય પણ એક સાથે 38 દરવાજા પાણીનો નિકાલ કરવા માટે થઈને ખોલવામાં આવ્યા ન હતા જોકે આ વર્ષે મેઘરાજાની બીજી ઈનિંગમાં આ ડેમના 38 પૈકીના 28 દરવાજા આજે તારીખ 27 ને મંગળવારે ખોલવા પડ્યા છે ત્યારે જો હજુ આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ થાય તો પરિસ્થિતિ વિપરીત બને તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news