બિન અનામત વર્ગો માટે સરકારની મોટી જાહેરાત, શું મળશે લાભ...
બિન અનામત વર્ગમાં અનામત વિરુદ્ધમાં ભભુકી રહેલા રોષને શાંત પાડવા માટે સરકાર દ્વારા નવી યોજના ચાલુ કરાઇ છે. આ સાથે ગુજરાત તમામ જ્ઞાતિને લાભ આપનાર પ્રથમ રાજ્ય હોવાનો સરકાર દ્વારા દાવો કરાયો છે.
અમદાવાદ : રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્યના 58 જ્ઞાતીના ડોઢકરોડથી વધારે સવર્ણ વિદ્યાર્થીઓ માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે. નીતિન પટેલે જણાવ્યું કે, બિન અનામત વર્ગમાં અનામત મુદ્દે વધી રહેલા કચવાટ અને અન્યાયની ભાવનાને ધ્યાને રાખી સરકાર દ્વારા કેટલીક યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા ધોરણ 12 પછી વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 લાખ રૂપિયાની 4 ટકાના સાદા વ્યાજે લોન આપવાની જાહેરાત કરી હતી. ઉપરાંત તેની ટ્યુશન ફી સહાય પેટે 15 હજાર રૂપિયા પણ અપાશે.
આ ઉપરાંત સ્વરોજગાર યોજના હેઠળ ઓફીસ ખરીદવા માટે સરકાર દ્વારા મદદ કરવામાં આવશે. તેમજ ભોજન સહાય યોજના હેઠલ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને 1200 રૂપિયાની પ્રતિમાસ સહાય કરવામાં આવશે.બે મહિના વેકેશન રહેતું હોવાથી કુલ 10 મહિના માટે સહાય મળશે.
ચાલુ શૈક્ષણીક સત્રથી જ લાભ મળશે.
નીતિન પટેલે કહ્યું કે, બંધારણીય જોગવાઇને યથાવત્ત રાખીને રાજ્ય સરકાર દ્વારા અનામત નથી મળતું તેવી જાતીઓને પણ અન્યાય ન થાય અને તેમને લાભ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. તમામ વર્ગો હળીમળીને ગુજરાતના વિકાસમાં સહયોગી થાય તે ખુબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓને લાભ થાય તેવા વિશેષ પ્રયાસો કરવામાં આવશે.
હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને 1200 લેખે ભોજનનું બિલ ચુકવાશે
વિવિધ ખાનગી અને સરકારી હોસ્ટેલમાં રહીને ભણતા સવર્ણ વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાયની પણ સરકારે જાહેરાત કરી છે. જે પરિવારની વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોય તેવા સ્નાતક કક્ષના વિદ્યાર્થીને સરકાર દર મહિને 1200 રૂપિયા લેખે ભોજન બિલ ચુકવશે. આ ઉપરાંત ધોરણ 9થી12માં ભણતી વિદ્યાર્થીનીઓને પણ ફૂડ બિલ સહાય મળશે.
શૈક્ષણીક યોજના
રાજ્યમાં ચાલતા મેડિકલ, ડેન્ટલ સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવસાયિક અભ્યાસક્રમો, એન્જિનિયરિંગ, ફાર્મસી, આયુર્વેદિક, હોમિયોપેથી, આર્કિટેક્ચર, ફિઝિયોથેરાપી, વેટરનરી વગેરે અભ્યાસક્રમો માટેની કુલ ટ્યુશન ફી અથવા 10 લાખ રૂપિયા બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની 4 ટકા લેખે સાદા વ્યાજની લોન નિગમ તરફથી મળશે.
લાભ મેળવવા માટેની શૈક્ષણિક યોગ્યતા
15 લાખની લોન માટે વિદ્યાર્થી 12માં ધોરણમાં 60 ટકા કે તેથી વધારે માર્ક્સ હોવા જરૂરી છે. આ લોન પર વાર્ષિક 4 ટકા સાદા વ્યાજે લોન મળશે. તેમજ પરિવારની વાર્ષિક આવક રૂપિયા 3 લાખ કે તેથી ઓછી હોવી પણ જરૂરી છે.
વિદેશ અભ્યાસ માટે પણ મળશે લોન
આ યોજના હેઠળ 12મા ધોરણ પછી MBBS માટે, ડિપ્લોમાં કે પછી ડિગ્રી માટે સ્નાતક કે અનુસ્નાતક કક્ષાના કોર્સ માટે અથવા રિસર્ચ જેવા ટેક્નીકલ, પેરામેડિકલ વગેરે જેવા કોઇ પણ પ્રકારનાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીને કુલ 15 લાખની લોન નિગમ તરફથી આપવામાં આવશે.
હાલ સમગ્ર દેશમાં અનામત વિરુદ્ધનો રોષ ધીરે ધીરે ભભુકી રહ્યો છે. ગુજરાતમાં પાટીદાર સમાજ સહિત તમામ સવર્ણ સમાજ અનામતની માંગણી અથવા તો અનામત દુર કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ અનામતની માંગ અથવા તો અનામત દુર કરવાની માંગ કરી રહ્યા છે. જેના અનુસંધાને રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતનાં અનેક રાજ્યો અનામત મુદ્દે સળગી રહ્યા છે.
જો કે ગુજરાત સરકારે હાર્દિક દ્વારા પ્રસ્તાવિત ઉપવાસ અગાઉ સવર્ણ સમાજને રાહત મળે તે માટે વિવિધ જાહેરાત કરી હતી. જો કે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા આ જાહેરાત કરતા જણાવાયું કે અનામતને કોઇ નુકસાન ન થાય અને સવર્ણ સમાજને થઇ રહેલ અન્યાય પણ થાય તે પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, સંપુર્ણ અભ્યાસ કર્યા અને મંથન બાદ આ યોજના લાગુ કરવામાં આવી છે. રાજ્યમાં આશરે ડોઢ કરોડ લોકોને અનામત નથી મળી રહી. તમામને સરખી વ્યવસ્થા મળે તે પ્રકારનો સરકારનો પ્રયાસ છે.
જાણો શું મહત્વની જાહેરાતો થઇ
- બિન અનામત વર્ગ માટે સરકારની મોચી જાહેરાત
- ધોરણ 12માં 60 ટકા કરતાં વધુ મેળવનાર વિદ્યાર્થીઓને મળશે લાભ
- કુંટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ કરતાં ઓછી હોવી જોઇએ
- અહીં અભ્યાસ માટે 10 લાખ રૂપિયા જ્યારે વિદેશ અભ્યાસ માટે રૂ.15 લાખની લોન 4 ટકાના સાદા વ્યાજે
- છાત્રાલયમાં રહી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને મળશે
-સ્વરોજગાર લક્ષી યોજનાઓ માટે 10 લાખ રૂપિયા સુધીની સહાય
- 4 ટકા લેખે સાદા વ્યાજે મળશે લોન
- આવક મર્યાદા 3 લાખથી ઓછી હોય તેને મળશે સહાય
-સ્વરોજગાર લક્ષી યોજનાઓ માટે 10 લાખ રૂપિયા સુધીની સહાય
- 4 ટકા લેખે સાદા વ્યાજે મળશે લોન
- આવક મર્યાદા 3 લાખથી ઓછી હોય તેને મળશે સહાય
- ઉચ્ચ અભ્યાસમાં મોટો ખર્ચો થતો હોય છે જેમાં સહાય અપાશે.
- તબીબ, વકીલ અને ટેક્નીકલ સ્નાતકો માટે આપવામાં આવશે સહાય
- અહીં અભ્યાસ માટે 10 લાખ અને વિદેશ માટે 15 લાખ રૂપિયાની લોન
- જો કે 12માં ઘોરણમાં લઘુત્તમ 60 ટકા માર્ક હોવા જરૂરી
- બિન અનામત વર્ગો માટે સરકારની મોટી યોજના
- વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી હશે તેને લોન મળવા પાત્ર
- ઇજનેરી, ટેક્નોલોજી, ફાર્મસી, આક્રિટેક્ચર સહિતનાં તમામ અભ્યાસક્રમ માટે લોન
- ચાર ટકાનાં સાદા વ્યાજે આપવામાં આવશે લોન
- નવા શૈક્ષણીક સત્રથી જ નવી યોજના અમલવામાં આવશે
- યુવતીઓને તમામ સ્થળે મફત શિક્ષણ આપવામાં આવશે