ગાંધીનગર: રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને લઇને ગુજરાત સરકાર (Gujarat Government) દ્રારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જો કોઇ સરકારી કર્મચારી (Government Employee) કોરોના સંક્રમિત થશે તો તેમને 10 દિવસ રજા આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) નો રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય લીધો છે. આવા કર્મચારીઓ જો કોરોના સંક્રમિત થાય તો તેમને ૧૦ દિવસની ખાસ રજા આપવામાં આવશે.

ગાંધીનગરના શાલીન કોમ્પ્લેક્સમાં લાગી આગ, ફાયરબ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી


મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે જો કોઇ સરકારી કર્મચારીની રજા જમા નહિ હોય તો પણ તેને આ ખાસ રજા આપવામાં આવશે. આ 10 દિવસની રજાનો લાભ ફિકસ પગારના કર્મચારીઓ તથા તમામ પ્રકારના કરાર આધારિત કર્મચારીઓને પગાર સાથે આપવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube