એક કરોડના અનાજને `પગ` આવ્યાં! હવે પોરબંદરમાં ગરીબોનો કોળિયો ઝૂંટવી લેવાનું પાપ બેનકાબ!
Grain Scandal: ઓડિટમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઘઉં, ચોખા અને ખાંડનો જથ્થો બારોબાર વેચાઈ ગયો. ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. મોરબી, રાજકોટ, ભાવનગર પુરવઠાની ટીમે આ અંગે તપાસ કરી હતી. તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડનો ભેદ ઉકેલાયો છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ આપણે કૌભાંડો કોઈ જગ્યા એ ગોતવા જવા પડે તેમ નથી, અમદાવાદ, રાજકોટ, વડોદરા બાદ હવે પોરબંદરમાં પોત પ્રકાશ્યું છે. એ પણ એક જ મોડસ ઓપરન્ડી એક જ વસ્તુની છેતરપિંડી. પોરબંદરમાં હાલ મસમોટું અનાજ કૌભાંડ ઝડપાયું છે. પોરબંદરના રાણવાવ સરકારી ગોડાઉનમાંથી અનાજની ઉઠાંતરી થતી હોવાનું સામે આવ્યું છે. રૂપિયા એક કરોડના અનાજની કરાઈ ઉઠાંતરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પુરવઠા વિભાગની ટીમે ગોડાઉન સીલ કર્યું છે. અનાજ સગેવગે, મેનેજર ફરાર થઈ ગયો છે.
ઓડિટમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઘઉં, ચોખા અને ખાંડનો જથ્થો બારોબાર વેચાઈ ગયો. ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. મોરબી, રાજકોટ, ભાવનગર પુરવઠાની ટીમે આ અંગે તપાસ કરી હતી. તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડનો ભેદ ઉકેલાયો છે. CCTV હોવા છતાં પણ અનાજ બારોબાર વેચાઈ ગયું હોવાનું ખુલ્યું છે.
હાલ પુરવઠા વિભાગે આ અંગે તપાસ શરૂ કરી છે.
ZEE24કલાક પૂછે છે આ સવાલો:
કોણ છીનવી રહ્યું છે ગરીબોનો કોળિયો?
ક્યારે થશે કૌભાંડીઓ સામે કાર્યવાહી?
શું જિલ્લા પુરવઠા અધિકારી પણ કૌભાંડમાં સામેલ છે?
આ પણ ખાસ વાંચોઃ
ફોન ઉપાડતા જ નગ્ન થઈ ગઈ સ્વરૂપવાન યુવતી, વીડિયો જોવાના ચક્કરમાં વેપારીએ આપવા પડ્યાં કરોડો રૂપિયા!
Sofiya Ansari Bold Photos: સોફિયાની આ ઉત્તેજક તસવીરો જોવા સોશ્યિલ મીડિયા પર 'ટ્રાફિક જામ'
હવે અમદાવાદમાં મળશે ગોવા જેવી મજા! રિવરફ્રન્ટમાં માણી શકાશે ક્રુઝની મજા!
આ પહેલીવાર નથી જ્યારે અનાજનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોય. અગાઉ થયેલાં કૌભાંડો છતાં પણ નઘરોળ તંત્રના પેટનું પાણી હલતું નથી. આ પહેલાં ગુજરાતના સંસ્કાર નગરી વડોદરાના સંસ્કારોને લાંચ્છન લગાડતી ઘટના સામે આવી હતી. વડોદરા જિલ્લામાંથી સામે આવ્યું સરકારી અનાજનું મસમોટુ મોટું કૌભાંડ. લાખો રૂપિયાનું સરકારી અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. શહેર અને જિલ્લાની 12 સસ્તા અનાજની દુકાનમાં ગોલમાલ થઈ રહી હોવાનું સામે આવ્યું હતું. આધારકાર્ડ આધારિત વિતરણ વ્યવસ્થામાં પણ કૌભાંડ થઈ રહ્યું હતું. આધાર અને ફિંગર પ્રિન્ટ વ્યવસ્થાના કારણે બહાર આવી ગોલમાલ. એક જ કાર્ડ ધારકના નામે અન્ય દુકાનમાંથી પુરવઠો બારોબાર વેચાયો હોવાનું પ્રકાશમાં આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. થમ ડીવાઈસ અને કોમ્પ્યુટરનો અલગ અલગ દુકાનમાં ઉપયોગ થયો હોવાનું ખુલ્યું હતું. આ સમગ્ર મામલામાં વડોદરા જિલ્લા પુરવઠા વિભાગની ટીમ ઉંઘતી ઝડપાઈ હતી.
આ પહેલાં પણ રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં એક સસ્તા અનાજનું કૌભાંડ સામે આવ્યું હતું. જેં મુજબ જામકંડોરણા તાલુકાના બોરિયા ગામની સેવા સહકારી મંડળી દ્વારા સસ્તા અનાજની દુકાન ચલાવવામાં આવી રહી હતી. જેમાં BPL અને APL સહિતનાને જે સરકાર દ્વારા જ અનાજ આપવામાં આવે છે તે આ કાર્ડ ધારક પાસે પોહોચતુ નથી અને બરોબર પગ કરી જતુ હતું. જયારે આ લોકોના નામે ઓનલાઇન જે રજીસ્ટરમાં આ અનાજ આપી દીધેલ હોવાનું જાણવા મળે છે.