Ahmedabad Riverfront: હવે અમદાવાદમાં મળશે ગોવા જેવી મજા! રિવરફ્રન્ટમાં માણી શકાશે ક્રુઝની મજા!

Ahmedabad Riverfront: 125-150 લોકો એક સાથે ક્રુઝમાં સવાર થઇ શકશે. જો કે આ માટે લોકોએ કેટલો ચાર્જ આપવો પડશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી. આ ક્રુઝમાં લોકો મિનિમમ 30-45 બેસીને ફરી શકશે. જુદી જુદી સેવાઓનો ચાર્ટ તેના ચાર્જ સાથે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.  

Ahmedabad Riverfront: હવે અમદાવાદમાં મળશે ગોવા જેવી મજા! રિવરફ્રન્ટમાં માણી શકાશે ક્રુઝની મજા!

સપના શર્મા, અમદાવાદઃ રિવરફ્રન્ટની મુલાકાત લેનારાઓને વધુ એક નજરાણું મળવા જઈ રહ્યું છે. એપ્રિલના પ્રથમ અઠવાડિયાથી રિવરફ્રન્ટના  સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ ક્રુઝ શરુ થવા જઈ રહ્યું છે.  આ ક્રુઝના વિવિધ ભાગો અમદાવાદ પહોંચી ગયા છે અને ત્રણ મહિનામાં તેને એસેમ્બલ કરવામાં આવશે.  

કઈ કઈ સુવિધાઓ આપશે ક્રુઝ?
ક્રુઝ રિવરફ્રન્ટના નજારોનો લોકો લાભ લઇ શકે અને પ્રકૃતિ સાથે જોડાઈ શકે તેવો અનુભવ આપતી રેસ્ટોરેન્ટની સુવિધા આપશે.  અહીં ક્રુઝમાં બેસવા માટે ફૂડ ઓર્ડર કરવો ફરજીયાત રહેશે. સમગ્ર દિવસ દરમિયાન આ ક્રુઝ કાર્યરત રહેશે.  સાથે મ્યુઝિકલ થીમનો પણ અહીં આવનારા લોકો લાભ લઇ શકશે. 

આ પણ ખાસ વાંચોઃ

ક્રુઝની સેવાના દર આગામી સમયમાં નક્કી થશે:
125-150 લોકો એક સાથે ક્રુઝમાં સવાર થઇ શકશે. જો કે આ માટે લોકોએ કેટલો ચાર્જ આપવો પડશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી. આ ક્રુઝમાં લોકો મિનિમમ 30-45 બેસીને ફરી શકશે. જુદી જુદી સેવાઓનો ચાર્ટ તેના ચાર્જ સાથે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

 

કઈ જગ્યાએ ક્રુઝની સેવા કાર્યરત કરવામાં આવશે?
ક્રુઝ રિવરફ્રન્ટના ગાંધી બ્રીજથી સરદાર બ્રીજ વચ્ચે કાર્યરત કરવામાં થશે. લોકો અહીં પરિવારના સભ્યો સાથે આવી શકશે.  અથવા તો પાર્ટી કે ઉજવણીનું આયોજન પણ કરવામાં આવશે. આ ક્રુઝ વલસાડના ઉંમરગામથી અહીં આવ્યું છે.  જેને એસેમ્બલ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.  

કઈ રીતે ક્રુઝ કામ કરશે?
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ લિમિટેડ કંપની દ્વારા અગાઉ આ મુદ્દે જાહેરાત કરવામાં આવી હતી.  આ ક્રુઝ PPP ધોરણે ડેવલોપ કરવામાં આવશે.  જેમાં કંપનીએ લોકોને ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સુવિધા આપવાની સાથે SRFDCL ને દર મહિને ભાડું ચૂકવવાનું રહેશે.

આ પણ ખાસ વાંચોઃ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news