`આ કંપની પર ગુજરાત સરકારના ચાર હાથ! આપણો રૂપિયો નથી છોડતા, કંપનીના કરોડો માફ કર્યા`
કોંગ્રેસના નેતા પુંજા વશે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું છેકે, ઈન્ડીયન રેયોન કંપની પાસેથી ગુજરાત સરકારને કુલ ૪૩૪.૭૧ લાખ રૂપિયા બાકી લેણું નીકળે છે. આજકાલનું નહીં પણ લેણું છેકે, 20 વર્ષ કરતા પણ લાંબા સમયનું છે. હજુ સુધી તેનું ચુકવણું થયું નથી.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં સત્તાપક્ષ અને વિપક્ષની લડાઈ તો વર્ષોથી ચાલતી આવી છે. પણ આમાં વચ્ચે પીસાઈને રહી જાય છે સામાન્ય પ્રજા. તમે સિગ્નલ તોડો તો તરત તમારા ઘરે મેમો આવી જાય છે. તમારું લાઈટ બિલ ભરવામાં તારીખ આઘી પાછી થાય તો કનેક્શન કટ થઈ જાય છે. પણ કંપનીઓ માટે તો સરકાર લાલ જાજમ પાથરીને બેસે છે. સરકાર કોઈની પણ હોય પણ આ સિરસ્તો વર્ષોથી ચાલ્યો આવ્યો છે. ત્યારે આવો જ એક સનસનીખેજ આક્ષેપ કોંગ્રેસના નેતાએ ગુજરાત સરકાર પર કર્યો છે.
કોંગ્રેસના નેતા અને PAC ના પૂર્વ ચેરમેન પુંજા વંશે એવો આક્ષેપ કર્યો છેકે, ઇન્ડીયન રેયોન કંપની પર ગુજરાત સરકારના ચાર હાથ છે. આપણો રૂપિયો નથી છોડતા, પણ સરકારે આ કંપનીના કરોડા રૂપિયાના બાકી લેણાં માફ કરી દીધાં છે. ગીર સોમનાથ જિલ્લા વેરાવળ ખાતે આવેલ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ હિરણ ડેમના પાણીનો કરે છે ઉપયોગ સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા દર કંપની દ્વારા ચુકવતા નથી. વર્ષ ૧૯૯૯ થી પાણીના લેવાના નિકળતા લેણા નવેમ્બર ૨૦૨૩ સુધી ભરાયા ન હતા. જોકે, તેમ છતાં ગુજરાત સરકારે કોઈ પગલાં લીધાં નહીં.
કોંગ્રેસના નેતા પુંજા વશે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું છેકે, ઈન્ડીયન રેયોન કંપની પાસેથી ગુજરાત સરકારને કુલ ૪૩૪.૭૧ લાખ રૂપિયા બાકી લેણું નીકળે છે. આજકાલનું નહીં પણ લેણું છેકે, 20 વર્ષ કરતા પણ લાંબા સમયનું છે. હજુ સુધી તેનું ચુકવણું થયું નથી. એટલું જ નહીં અનેક મુખ્યમંત્રીઓ બદલાયા પણ કોઈએ આ કંપની સામે પગલાં ના લીધાં. ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીજ પાસેથી માત્ર ૧૫૭ કરોડ રૂપિયા વસુલાયા. ગુજરાત સરકારે કંપનીના ૨૮૦ કરોડની માતબર રકમ ખાસ કિસ્સામાં માફ કરી દીધાં. રાજ્ય સરકારે કંપની ને પાણીના વપરાશના બીલ આપ્યા હતા. હવે સરકારે માતબર રકમ વસુલ કરવાના બદલે માફ કરી દીધાં.
કોંગ્રેસના નેતા પુંજા વશે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું છેકે, પીએસીની ભલામણ બાદ કલેક્ટરે ૨૬૪.૩૭ લાખનો બોજો નાખ્યો. પીએસીએ આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની પણ ભલામણ કરી હતી. બોજો નાખ્યા બાદ પણ સરકારે રકમ વસુલ કરી નહી. ૧૦૭ કરોડનો સીધો ફાયદો કંપનીને કરાવ્યો. એક વાર બોજો નંખાયા બાદ તે માફ થતો હોતો નથી. કોઇ મોટી રકમની લેતી દેતી થઇ હોય તો આ શક્ય બનેનો પુંજા ભાઇ વંશનો આક્ષેપ છે.
રાજ્ય સરકારે આ કિસ્સામાં આટલી મહેરબાન કેમ થઇ તે મોટો સવાલ છે.
આમ, જો સરકારે આ રકમ વસુલી હોત તો રાજ્યના જરૂરીયાત મંદ લોકો માટે તેનો ઉપયોગ થઇ શક્યો હોત. સરકારે નિયમ અનુસાર નિર્ણય કરવા પડે તો ૪૩૪.૭૧ લાખ વસુલવાના થાય તે ન કરવુ પડે માટે કંપનીને ફાયદો કરવા માટે ખાસ કિસ્સામાં નિર્ણય કર્યો. રાજ્યના જળ સંપત્તિ વિભાગના મંત્રીએ અંગે ખુલાસો કરવો જોઇએ. પીએસીની ભલામણોને અવગણીને કંપનીને ફાયદો કરાવવા સરકારે નિર્ણય કર્યો.