રાજુ રૂપારેલિયા/દ્વારકા :સરકારની વિવિધ યોજનાઓ તેમજ અલગ અલગ હેતુઓ માટે જાતિના પ્રમાણપત્ર તેમજ આવકના પ્રમાણપત્રની જરૂરિયાત પડતી હોય છે. આ પ્રમાણપત્રો યોગ્ય પૂરાવા આપવાથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા અરજદારની પૂરતી ખરાઈ કરીને પછી પોતાના સહી સિક્કા કરતા હોય છે, જેથી કરીને કોઈ ખોટો વ્યક્તિ ખોટો લાભ લઈ ન લઈ જાય. દ્વારકા તાલુકામાં અરજદાર પોતે ૩૦૦ થી 400 રૂપિયાનો ખર્ચ કરીને પોતાના યોગ્ય પુરાવા આપે. પરંતુ અધિકારીઓ યોગ્ય ચકાસણી નથી કરતા. આવામાં આવકના દાખલામાં ગંભીર ક્ષતિઓ છપાઈ જાય છે. આવું વારંવાર થતુ અટકાવવા માટે NSUI ના કાર્યકર્તાઓ દ્વારા હોબાળ કરવામાં આવ્યો હતો, અને કલ્યાણપુર TDO ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 


આ પણ વાંચો : ગુજરાતની 8 બેઠકો પર પેટાચૂંટણીની તારીખ થઈ જાહેર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાલુકાની ઓફિસોમાં કર્મચારીઓ આવકના દાખલામાં ગંભીર ભૂલો કરી રહ્યાં છે. જે અરજદાર પોતે તે ગામનો રહેવાસી ન હોવાં છતાં કેટલાક કર્મચારીઓ દ્વારા તેમનું ગામ બદલી નાખવાંમાં આવે છે. તેમજ નવાઈની વાત તો એ છે કે, પુરાવા વેરીફીકેશન માટે પણ એક કર્મચારી હોય છે અને તે પણ પોતાનું કામ બેદરકારીથી કરવા ખાતર કરે અંતે તાલુકા વિકાસ અધિકારી પાસે સહી સિક્કા માટે પ્રમાણપત્ર જતુ. આવામાં તાલુકા વિકાસ અધિકારી પણ યોગ્ય ચકાસણી વગર સહી, સિક્કા કરીને અરજદારને પ્રમાણપત્ર આપી દે છે. 


આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાનો સેકન્ડ વેવ શરૂ, પરંતુ લોકોની લાપરવાહીએ સૌ કોઈની ઊંઘ ઉડાવી


આવેદન પત્રમાં કાર્યકર્તાઓએ જણાવ્યું કે, આ ઉપરથી સાબિત થાય કે તાલુકામાં અસંખ્ય જાતિના પ્રમાણપત્ર, આવકના પ્રમાણને સરકારે મહેનત કરીને આર્થિક રીતે નબળા લોકો માટે 10 ટકા અનામતનુ પ્રમાણપત્ર ( EWS)  માં ક્યાંક મોટી ગરબડ થઈ હશે અને યોગ્ય તપાસ કરવામાં આવે તેવું જણાવ્યું. 


NSUI દ્વારા માંગ કરાઈ કે, જે કોઈ લોકો આમાં સંડોવાયેલ હોય તેમના પર 72 કલાકમાં કાર્યવહી કરવામાં આવે. જો 72 કલાકમાં કોઈ નિરાકરણ નહિ આવે તો NSUI દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. 


આ પણ વાંચો : રાજકોટમાં રેમડેસીવીર ઈન્જેક્શનનું કૌભાંડ, સિવિલનો નર્સિંગ બોય જાતે ચિઠ્ઠી લખીને ઈન્જેક્શન બહાર વેચતો