કોણ ટ્રેક કરે છે ખનીજ વિભાગની સરકારની ગાડીઓને, જાસૂસીકાંડ કરતા પણ ખતરનાક ખેલ
ESPIONAGE Arvalli : અરવલ્લીમાં ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડીઓમાં ડિઝલ ટેન્કની બાજુમાં કાળા કલરનું જૂના ચુંબક વાળું જીપીએસ લગાડેલું મળી આવ્યું
Arvalli News સમીર બલોચ/અરવલ્લી : ગુજરાત પોલીસમાં જાસૂસીકાંડ બહુ ગાજ્યું. અંદરના પોલીસ અધિકારીઓ રેડની બાતમી આરોપીઓ સુધી પહોંચાડતા હતા, જેથી પોલીસની રેડ નિષ્ફળ જતી હતી. ત્યારે હવે ગુજરાતમાં જાસૂસીકાંડ કરતા પણ ખતરનાક રીત સામે આવી છે. અરવલ્લી જિલ્લામાં બાતમી માટે હવે જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરાઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં ખાન ખનીજની સરકારી ગાડીમાંથી GPS મળી આવતા ચકચાર મચી છે.
રાજ્યભરમાં ખનીજ માકિયાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. આ દરમિયાન ખનીજ માફિયા દ્વારા સતત ખનીજ ચોરી કરી અને ખાણ ખનીજ વિભાગને દોડતું કરી રહ્યું છે. આ દરમિયાન અરવલ્લી જિલ્લામાં એક અનોખી ઘટના સામે આવી છે. ખનીજ માફિયાઓ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખનીજ ચોરી આચારવાનો કિસ્સો સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લા ખાણખનીજ વિભાગની સરકારી ગાડીમાં અજાણ્યા શખ્સોએ પોતાનો ઇરાદો પાર પાડવા જીપીએસ ટ્રેકર લગાવ્યું હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઇ છે.
આ પણ વાંચો :
પલટ.. પલટ... : પ્રેમના દિવસે રાજ-સિમરન ફરીથી આવશે, DDLJ નવેસરથી રિલિઝ થશે
અદાણી જેવુ નસીબ નીકળ્યું આ ભાઈનું, મહાકાય કન્ટેનર કાર પર પડ્યું છતાં બચ્યો જીવ
ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી પાર પાડવા માટે કોઇપણ રસ્તો અપનાવવા લાગ્યા છે. આ દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ભૂમાફિયાઓએ સરકારી કર્મચારીઓના લોકેશન ટ્રેક કરવા અને પોતાની બિનઅધિકૃત પ્રવૃત્તિ કરવા કાવતરું રચાતા ખાણખનીજ વિભાગના માઇન સુપરવાઇઝરે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ કરિયાદ નોંધાવી છે.
ખાણખનીજ વિભાગનો સ્ટાક મોડાસાથી માલપુરના ફરેડી તરફ સરકારી ગાડી લઈને નીકળ્યો હતો અને બાદમાં ધનસુરા તરફ સરકારી ગાડી ગઇ હતી. પરંતુ ખાણખનીજ વિભાગને ગેરકાયદે ખનીજ વહન ફરતું એક પણ વાહન હાથ લાગ્યું ન હતું. ત્યારે આ દરમિયાન ડ્રાઇવર ગાડીની સર્વિસ કરાવવા જતા પાટાની બાજુમાં અને ડિઝલ ટેન્કની બાજુમાં કાળા કલરનું જૂના ચુંબક વાળું જીપીએસ લગાડેલું મળી આવ્યું હતું. આ સમગ્ર મામલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે GPS તેમજ GPS માંથી બે સીમ કાર્ડ મળી આવ્યા તેને લઈને સાઈબર સેલે તપાસ તેજ કરી છે તેવું અરવલ્લી જિલ્લાના વડા સંજય ખરાતે જણાવ્યું.
આ પણ વાંચો :
સુરતની વિદ્યાર્થીનીઓએ કાઠું કાઢ્યું, પ્રજ્ઞાચક્ષુઓને ખતરાથી એલર્ટ કરતું મશીન બનાવ્યુ
લકી નીકળ્યા અમદાવાદીઓ, જંત્રીના ભાવમાં પણ મળી ખુશખબરી, તો પ્રોપર્ટી ટેક્સમાં પણ રાહત