અદાણી જેવુ નસીબ નીકળ્યું આ ભાઈનું, મહાકાય કન્ટેનર કાર પર પડ્યું છતાં બચ્યો પ્રોફેસરનો જીવ

Shocking Accident : વલસાડના ગુંદલાવ નજીક ઊભેલી કાર પર રોંગ સાઈડથી આવતું કન્ટેનર પલટ્યું..... કારનો કચ્ચરઘાણ..... કાર ચાલક સુરતના પ્રોફેસર અને ટેન્કર ચાલકનો બચાવ....
 

અદાણી જેવુ નસીબ નીકળ્યું આ ભાઈનું, મહાકાય કન્ટેનર કાર પર પડ્યું છતાં બચ્યો પ્રોફેસરનો જીવ

Valsad Accident ઉમેશ પટેલ/વલસાડ : બધુ નસીબ પર હોય છે, ક્યારેય ગ્રહો તમારા ફેવરમાં હોય છે, અને ક્યારેય ગ્રહો તમારા વિપરિત કામ કરે છે. ક્યારેય નાના અકસ્માતમાં પણ જીવ જતો રહે છે, ને ક્યારેક મોટા અકસ્માતમાં પણ માણસ હેમખેમ બચી જાય છે. આવામાં વલસાડમાં એક એવો અકસ્માત સર્જાયો જેમાં એક સુરતના એક પ્રોફેસરનો બાલ બાલ જીવ બચી ગયો. વલસાડના ગુંદલાવ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં સુરતના પ્રોફેસરનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. 

તસવીરો જોઈને કોઈ પણ વિચારી ન શકે કે આ અકસ્માતમાં કોઈ બચ્યુ હોય. પરંતું સુરતના પ્રોફેસર બચી ગયા. સુરતના પ્રોફેસર આશિષ ધાનાણી ઉર્ફે રાજ સર સુરતથી વલસાડ જવા નીકળ્યા હતા. ત્યારે ગુંદલાવ પાસે તેમણે ગુગલ મેપમાં રસ્તો જોવા માટે તેમની કાર ઉભી રાખી હતી. ત્યારે તે જ સમયે રોંગ સાઈડથી આવતું કન્ટેનર તેમની કાર પર આવીને પલ્ટી ગયુ હતું. કન્ટેનર કાર પર પડી જવાથી આખી કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. પરંત સમયસર એરબેગ ખૂલી જવાથી તેમનો જીવ બચી ગયો હતો. 

બન્યુ એમ હતું કે, ગુંદલાવ પાસે આશિષ ધાનાણીની કાર ઉભી રહી હતી, ત્યારે એક કન્ટેનર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કન્ટેનર અમદાવાદ મુંબઈ હાઇવે પર ઉભેલી કાર પર પડ્યું. આ સમયે કાર પર કન્ટેનર પડતા કાર ચાલક અંદર ફસાયો હતો. જોકે, બાદમાં કાર ચાલક અને કન્ટેનર ચાલક બંનેને સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. કાર ચાલકનો ચમત્કારીક બચાવ થયો હતો અને કન્ટેનર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. 

કન્ટેનર ચાલકને 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે 48 પર 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો. જેથી રૂરલ પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક હટાવવાની કામગીરી હાથ ધરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news