ગાંધીનગરઃ સરકારી પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)એ જુદી-જુદી 11 પરીક્ષાઓની તારીખ જાહેર કરી દીધી છે. કુલ 2800 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે આજે આ જાહેરાત કરી હતી. હસમુખ પટેલે જણાવ્યું કે વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા ક્લબ કરવામાં આવી છે. જ્યારે વર્ગ-3ની પરીક્ષા અલગથી લેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પરીક્ષાઓની તારીખ જાહેર
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 11 પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક કસોટી 23 ફેબ્રુઆરીએ લેવામાં આવશે. કાર્યક્રમ અનુસાર અધિક સીટી ઈજનેર, મદદનીશ ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર, સાટન્ટિફિક ઓફીસર, મદદનીશ બાગાયત નિયામક, મદદનીશ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી જેવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


[[{"fid":"617465","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ પરીક્ષાઓ ક્લબ કરાઈ
જીપીએસસીએ આપેલી માહિતી પ્રમાણે કુલ 2800 જગ્યાઓ ભરવા માટે પરીક્ષા લેવામાં આવશે. વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષાઓ ક્લબ કરવામાં આવી છે. જ્યારે વર્ગ 3ની પરીક્ષા અલગથી લેવામાં આવશે. હસમુખ પટેલે જણાવ્યું કે ઝડપથી ભરતી પ્રક્રિયા થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.