ગ્રીષ્માના ગળુ કાપતા સમયે વીડિયોમાં ફેનિલનો જ અવાજ હતો, આખરે FSL માં સાબિત થયું
Grishma Vekariya murder case : કોર્ટમાં એક વીડિયો પુરાવા રૂપે રજૂ કરાયો હતો. જેમા ગ્રીષ્મા સાથે જે પણ બન્યુ તે ઘટના વર્ણવવામાં આવી હતી
ઝી મીડિયા/બ્યૂરો :સુરતના ગ્રીષ્મા વેંકરીયા મર્ડર કેસમાં મોટો પુરાવો હાથ લાગ્યો છે. ગત ટ્રાયલમાં કોર્ટમાં એક વીડિયો પુરાવા રૂપે રજૂ કરાયો હતો. જેમા ગ્રીષ્મા સાથે જે પણ બન્યુ તે ઘટના વર્ણવવામાં આવી હતી. વીડિયોમા દેખાય છે કે, ફેનિલે ગ્રીષ્માના ગળા પર ચપ્પુ ફેરવીને તેને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારે આ વીડિયો ઓરિજિનલ હોવાનુ એફએલએલ દ્વારા કોર્ટમાં જણાવાયુ છે.
ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલ ગોયાણી સામે કોર્ટમાં ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. જેમાં એફએસએલના બે અધિકારીઓની જુબાની લેવાઈ હતી. અધિકારીઓએ જુબાની આપતા કહ્યુ કે, ગ્રીષ્માને મારી નાંખી હોવાના ઓડિયોમાં ફેનિલ અને તેના મિત્ર આકાશનો અવાજ છે તે સાબિત થયુ છે. સાથે જ હત્યાનો વીડિયો પણ ઓરિજિનલ છે. તેની સાથે કોઈ ચેડા થયા નથી.
આ પણ વાંચો : તૃષા હત્યા કેસ : તૃષાને લોહીના ખાબોચિયામાં રગદોળનાર કલ્પેશ પોતાનું જ લોહી જોઈને ગભરાયો હતો
ગ્રીષ્માની ફેનિલે હત્યા કર્યા બાદ તેના વીડિયો સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ થયા હતા. ગ્રીષ્માને બચાવવાના અનેક પ્રયાસો કરાયા હતા. છતા ફેનિલે તેને છોડી ન હતી. બે વાર ગળા પર ચપ્પુ ફેરવ્યા બાદ તેણે ત્રીજીવારમાં ગ્રીષ્માને પતાવી દીધી હતી. જેથી પુરાવા રૂપે ઘટનાનો વીડિયો કોર્ટમા રજૂ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ગ્રીષ્મા વેંકરિયા મર્ડર કેસ ગુજરાતનો બહુચર્ચિત મર્ડર કેસ છે. જેણે સુરત પોલીસને દોડતી કરી હતી. સરેઆમ એક યુવતીની નિર્મમ રીતે હત્યા કરાઈ હતી. તેના બાદ ગ્રીષ્માના પરિવારજનોએ ન્યાય માટે અપીલ કરી હતી.