તૃષા હત્યા કેસ : તૃષાને લોહીના ખાબોચિયામાં રગદોળનાર કલ્પેશ પોતાનું જ લોહી જોઈને ગભરાયો હતો

trusha solanki murder case : તૃષા સોલંકીને લોહીના ખાબોચિયામાં નિતરતી છોડનાર કલ્પેશને હોસ્પિટલમાં પોતાનું રક્ત જોઈને ચક્કર આવીને પડી ગયો હતો

તૃષા હત્યા કેસ : તૃષાને લોહીના ખાબોચિયામાં રગદોળનાર કલ્પેશ પોતાનું જ લોહી જોઈને ગભરાયો હતો

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામા પ્રેમમાં પાગલ બનેલા એક પ્રેમીએ પ્રેમિકાની એવી હત્યા કરી કે, તેનો હાથ પણ કાપી નાંખ્યો હતો. ચાર વર્ષ જેને પામવાના ખ્વાબ જોયા તેને એક ઝાટકે ધારિયાના ઘા ઝીંકી ક્રુરતાપૂર્વક હત્યા કરી હતી. 19 વર્ષીય તૃષા સોલંકીની હત્યા કરનાર કલ્પેશ ઠાકોરે જે રીતે તેની હત્યા કરી તે જાણીને પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તૃષા સોલંકી મર્ડરના આરોપી કલ્પેશ ઠાકોરને ક્રાઈમ બ્રાંચે ગુરુવારે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. શુક્રવારના રોજ પોલીસ આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે.

હત્યા બાદ કલ્પેશે તૃષાના મોબાઈલમાંથી તમામ ચેટ ડિલીટ કરી હતી 
તૃષા સોલંકીની હત્યા કર્યા બાદ કલ્પેશ ઠાકોર તેનો મોબાઈલ લઈને જતો રહ્યો હતો. તેણે તૃષાના ફોનમાંથી તમામ બંને વચ્ચે થયેલી વાતચીતના તમામ ચેટ ડિલીટ કર્યા હતા. તેના બાદ તૃષાનો ફોન સ્વીચ ઓફ કરી નાંખ્યો હતો. પોલીસે આરોપી કલ્પેશ સામે પુરાવાનો નાશ કરવાની કલમનો ઉમેરો કર્યો છે. પોલીસે 3 મહત્વના સાક્ષીઓના કોર્ટ સમક્ષ 164 મુજબ નિવેદન નોંધ્યા છે. તૃષાની બહેનપણી ક્રિષ્ણા સખાવત, દક્ષેશ પાટણવાડીયા અને સાગર મકવાણાના 164 મુજબ નિવેદન નોંધાયા છે. પોલીસ આજે આરોપી કલ્પેશને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે. 

કલ્પેશે મહિના પહેલા તૃષાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો 
પોલીસ પૂછપરછમાં સામે આવ્યુ કે, આરોપી કલ્પેશે તૃષાના પ્રેમમાં અગાઉ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. વેલેન્ટાઈન ડેના દિવસે તેણે 20 ડોલો ટેબલેટ ગળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તૃષાને ઈમોશનલી બ્લેકમેઈલ પણ કરી હતી. કલ્પેશ ઠાકોરે એક મહિના પહેલા જ તૃષાની હત્યાનો પ્લાન ઘડી નાંખ્યો હતો. જેના માટે તૃષાને અવાર-નવાર મળવા પણ બોલાવતો હતો અને તેના પર દબાણ કરતો હતો. જોકે તૃષાએ મળવાની ના પાડી હતી. આખરે દબાણમાં આવેલી તૃષા કલ્પેશને મળવા તૈયાર થઈ હતી. જેથી કલ્પેશ દુકાનમાં પડેલું પાળિયું લઈ પહોંચ્યો તેની હત્યા કરવાના ઈરાદે હાઈવે પર પહોંચી ગયો હતો. 

કલ્પેશને પોતાનુ જ લોહી ચક્કર આવી ગયા
કલ્પેશે તૃષાની જે નિર્મમ રીતે હત્યા કરી હતી કે જાણીને રુંવાડા ઉભા થઈ જાય. તેણે પાળિયાથી તૃષાનો હાથ કાપી નાઁખ્યો હતો. એ ઉપરાંત શરીર પર અનેક ઘા માર્યા હાત. લોહી નિતરતા પાળિયાને તેણે તૃષાની ઓઢણીથી સાફ કર્યુ હતું, અને પાળિયુ દુકાનમાં જઈને સંતાડી દીધુ હતું. જોકે, કલ્પેશ પકડાયા બાદ તેને બ્લડ ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેના બ્લડનુ સેમ્પલ લેવાયુ હતું, પોતાનુ જ રક્ત જોઈને કલ્પેશને ચક્કર આવી ગયા હતા. જ્યારે કે તેણે તૃષાને એ રીતે મારી હતી કે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news