Trending Marrige : દરવખતે લગ્નસરાની સીઝન આવે એટેલ અવનવા ટ્રેન્ડ જોવા મળે છે. દરેકને પોતાના લગ્ન યાદગાર બનાવવાની ઈચ્છા હોય છે. તે માટે કપલ્સ અલગ અલગ કરતા રહે છે. પરંતુ નવસારીમાં એક વરરાજાએ જે ટ્રેન્ડ બનાવ્યો તે કંઇક અનોખો જ છે. નવસારી જિલ્લાના એક વરરાજાએ લગ્નમાં કોઇ ગાડી નહી પરંતુ JCBનો ઉપયોગ કર્યો અને વરરાજા લાડી લેવા JCBમાં બેસીને જ પહોંચ્યાં! વરરાજાની અનોખી એન્ટ્રી જોઇને કન્યાપક્ષના લોકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારીના કલિયારી ગામના કેયૂર પટેલ નામના વરરાજાની જાન જ્યારે રસ્તા પર નીકળી ત્યારે સૌ લોકો જોતા રહી ગયા. અત્યારસુધીમાં સૌ કોઇએ હાથી અને ઘોડા પર જાન જોડી હશે. પરંતુ આ વરરાજાએ JCBમાં જાન જોડી અને લાડીને પરણવા પહોંચ્યા. જ્યારે વરરાજા લગ્નમંડપે પહોંચ્યા ત્યારે દુલ્હન પક્ષના લોકો પણ વરરાજા અને જેસીબીને જોઈ અચંબિત થઇ ગયા.


આ પણ વાંચો : 


આ પાટીદાર ખેડૂતે ગજબનું દિમાગ દોડાવ્યું, સાબિત કર્યું કે ધંધો તો ગુજરાતીના લોહી વહે


રાણાને મારામારી કરવી મોંઘી પડી : હાઈકોર્ટે દેવાયત ખવડની જામીન અરજી ફગાવી


મગફળીની ધૂમ આવક થતા કેમ વધે છે સિંગતેલના ભાવ, આ રહ્યુ તે પાછળનું કારણ