Edible Oil Price Hike : મગફળીની ધૂમ આવક થતા કેમ વધે છે સિંગતેલના ભાવ, આ રહ્યુ તે પાછળનું કારણ

Edible Oil Price Hike : બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવક.... સીંગતેલના તેલના ભાવમાં સતત વધારો... કપાસિયા સહિતના તેલોના ભાવમાં ઘટાડો નોંધાયો... સીંગતેલનો ડબો આવતા દિવસોમાં 3000 ને પાર જશે...

Edible Oil Price Hike : મગફળીની ધૂમ આવક થતા કેમ વધે છે સિંગતેલના ભાવ, આ રહ્યુ તે પાછળનું કારણ

Singtel Price Hike ગૌરવ દવે/ રાજકોટ : રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખેડૂતોને રૂ. 1300 થી 1650 સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે. દરરોજ 10 થી 12 હજાર ગુણી મગફળીની આવક બેડી માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. જોકે સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જુઓ આ અહેવાલ..

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીનું જંગી ઉત્પાદન થયું છે. રાજકોટ અને ગોંડલ માર્કેટયાર્ડ માં હજારો ગુણી મગફળીની આવક દરરોજ થાય છે. તેમ છતાં પણ સિંગતેલના ભાવ ભડકે બળી રહ્યા છે. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 10 થી 12 હજાર ગુણી મગફળીની આવક થાય છે. ખેડૂતોને પણ 1300 થી લઈને 1650 સુધી ભાવ મળી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂતો પણ મગફળીના ઊંચા ભાવ મળતા રાજી જોવા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, મગફળીની સારી ગુણવત્તા હોય તો 1500 કરતાં વધુ મણનો ભાવ મળી રહ્યો છે.

આ પણ વાંચો : 

સીંગતેલના ભાવમાં સતત વધારો ફરી વધારો થયો છે.તો સીંગતેલ સીવાય તમામ તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.સીંગતેલનો ડબ્બો 2700 થી 2880 ને પાર થયો છે.સીંગતેલમાં છેલ્લા બે દિવસમાં 30 રૂપિયાનો વધારો થયો છે.વેપારીઓનું માનીએ તો સીંગતેલનો ડબ્બો આવતા દિવસોમાં 3,000 ને પાર જઈ શકે છે. મધ્યમ વર્ગ એક તરફ દરેક મોંઘવારી નો માર સહન કરી રહ્યો છે.હવે સીંગતેલના ભાવમાં પણ સતત વધારો છે.પીલાણ વાળી મગફળી ની ઓછી મળતના કારણે સતત ભાવ વધી રહ્યા છે.તો કપાસિયા તેલમાં 20 રૂપિયાનો ઘટાડો થતાં તેલનો ડબો 2050 એ પહોંચ્યો છે.સન ફલાવર તેલમાં 30 રૂપિયાનો ઘટાડો નોધાયો છે.હાલ સનફ્લારના ભાવ 2060 ભાવ છે.સોયાબીન તેલમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે.તેલનો ડબાનો ભાવ 2100 રૂપિયા ભાવ થયો છે.પામોલિન તેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો પામોલિન તેલનો ડબો 1550 રૂપિયા થયા છે.

33.jpg

સતત સિંગતેલની ડિમાન્ડ વધી રહી છે તેને કારણે સિંગતેલના ભાવ પણ વધી રહ્યા છે ઓઇલ મીલ ની અંદર મગફળી પીલાણ માટે આવવી જોઈએ તે આવતી નથી તેને કારણે સીંગતેલના ભાવ વધી રહ્યા છે આગામી દિવસોમાં સિંગતેલનો 15 કિલો નો ડબ્બો 3000 ને પાર પહોંચે તેવી વેપારીઓ શક્યતા દર્શાવી રહ્યા છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news