Shocking Incidence : છેલ્લા કેટલાક દિવસોથી એવા કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાં લગ્ન લેવાયા હોય તે અને કન્યા અને વરનું લગ્ન પહેલા મોત થયું હોય. પરિવાર લગ્નની તૈયારી કરતુ હોય, અને તેમની ખુશી પળવારમાં છીનવાઈ જાય. ધોરજીમાં પણ આવુ જ કંઈક બન્યું. દીકરીની ડોલી પહેલા અરમાનોની અર્થી ઉઠી, 4 દી’ પછી જેના લગ્ન હતા તે યુવકનું મોત થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, ધોરાજીના લક્ષ્મીનગર-2 માં રહેતા ચાવડિયા પરિવારમાં ખુશીનો માહોલ હતો. કારણ કે, તેમના સૌથી નાના પુત્ર ગૌરવ ચાવડિયાના લગ્ન લેવાયા હતા. લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી, લગ્નના ગીતો પણ ગાવાના શરૂ થઈ ગયા હતા. પરંતું લગ્નની દોડધામમાં 26 વર્ષીય ગૌરવને અચાનક તાવ આવ્યો હતો. ત્રણેક દિવસથી તેનો તાવ ઉતરતો જ ન હતો. શનિવારે તેની તબિયત લથડી હતી. ગૌરવને ઉલટીઓ આવવાની શરૂ થઈ હતી. જેના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તબિયત વધુ લથડતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 


ગુજરાતનું આ મંદિર દિવસમાં બે વાર ગાયબ થઈ જાય છે, રહસ્યો અને ચમત્કારોથી ભરેલું છે


નસીબની કઠણાઈ તો જુઓ કે, જે યુવકના ચાર દિવસ બાદ લગ્ન લેવાયા હતા, તેનુ કરુણ મોત નિપજ્યુ હતું. 15 માર્ચના રોજ ગૌરવના લગ્ન હતા. બિલિયાળી ગામની યુવતી સાથે ગૌરવના લગ્ન લેવાયા હતા. લગ્નની વાડી બુક થઈ ગઈ હતી, કંકોતરી પણ વહેંચાઈ ગઈ હતી અને આજે રવિવારના રોજ ગૌરવની સગાઈ હતી. પરંતુ તેના એક દિવસ પહેલા જ ગૌરવનું મોત નિપજ્યુ હતું. 


લગ્નની તડામાર તૈયારીઓ વચ્ચે પરિવાર પર આભ તૂટી પડ્યું. કોઈએ વિચાર્યુ ન હતું કે આવી વસમી ઘડી આવશે.  લગ્નના ગીતો ગાવા માટે પરિવારની મહિલા સભ્યો અધીરી બની હતી, જેના ગીતો ગાવાના હતા તે મુરતિયાએ જ અચાનક હંમેશા માટે વિદાય લઇ લેતા પરિવારજનોએ કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.


તો સામે વેવાઈ પક્ષમાં પણ સોપો પડી ગયો હતો. કારણ કે, જે દીકરી પોતાના દુલ્હાની આજે અંગૂઠી લઈને રાહ જોઈને ઉભી હતી તેને આવા સમાચાર મળ્યા હતા. 


અમદાવાદીઓના 40 કરોડ રૂપિયા થશે સ્વાહા, નવો નક્કોર હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે?