નબળાઈ હોવાનું જાણવા છતાં ઉપરાઉપરી થયેલા બાળકોથી ઘરવાળાને શંકા ગઈ, તો પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પતાવી દીધો
નવસારી તાલુકાના આસુંદર ગામના સાતખાડી વિસ્તારમાં રહેતા 32 વર્ષીય સાદુળ મેપા મીર (ભરવાડ) નો મૃતદેહ ગત 30 જુલાઈ, 2023 ના રોજ ઘરથી અંદાજે 2 કિમી દૂર ખેતરાડીમાં આવેલા કૂવામાંથી મળ્યો હતો.
ધવલ પરીખ/નવસારી: નવસારીના આસુંદર ગામે અઠવાડિયા અગાઉ સાતખાડીના ભરવાડ યુવાનનો મૃતદેહ નજીકના કૂવામાંથી મળતા પરિવાર પર આભ તુટી પડ્યું હતું. પરંતુ પોલીસની તપાસમાં બાળકો જણવામાં અસમર્થ યુવાનની પત્નીએ બે બાળકોને જન્મ આપ્યો હતો. જે મુદ્દે યુવાનના તેના પત્ની સાથે થતા ઝઘડા અને મૃતક યુવાન સાથે ઘટના પૂર્વે દેખાયેલા તેના કૌટુંબિક ભાઈ અને તેના મિત્રની શંકાને આધારે પૂછપરછ કરતા અક્સ્માતની ઘટના નહીં પણ આયોજનબદ્ધ રીતે કરાયેલી હત્યાનો ભેદ ખૂલ્યો હતો. જેમાં ગ્રામ્ય પોલીસે પત્ની, તેના પ્રેમી અને રૂપિયા આપીને હત્યામાં સામેલ કરેલા પ્રેમીના મિત્રની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે.
ભરૂચ-પાલનપુર, સુરેન્દ્રનગર સહિત 21 રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થશે, જાણો શું સગવડો મળશે
નવસારી તાલુકાના આસુંદર ગામના સાતખાડી વિસ્તારમાં રહેતા 32 વર્ષીય સાદુળ મેપા મીર (ભરવાડ) નો મૃતદેહ ગત 30 જુલાઈ, 2023 ના રોજ ઘરથી અંદાજે 2 કિમી દૂર ખેતરાડીમાં આવેલા કૂવામાંથી મળ્યો હતો. પ્રથમ સાદુળ અકસ્માતે પડ્યો હોવાનુ માની નવસારી ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો હતો. જેમાં મૃતકના ભાઈની પૂછપરછમાં જ્યાંથી સાદુળનો મૃતદેહ મળ્યો હતો એ વિસ્તારથી એ પરિચિત હતો. કૂવો ક્યાં છે, કેવો છે, એ માહિતી હતી. જેથી પોલીસને થોડી શંકા ગઈ અને તપાસની દિશા બદલી હ્યુમન ઇન્ટેલિજન્સ, સાદુળના કોલ રેકોર્ડ તેમજ આસપાસના સીસીટીવી કેમેરા ખંગાળતા મરોલી ચાર રસ્તા નજીક સાદુળ સાથે અન્ય બે લોકો જણાયા હતા. જેથી પોલીસે અન્ય બે લોકો કોણ હતા. એની તપાસ કરતા સાદુળનો કૌટુંબિક ભાઈ 25 વર્ષીય મેહુલ સેલા મીર (ભરવાડ) અને આસુંદરના ભવાની ફળિયામાં રહેતો 32 વર્ષીય અનિલ ઉર્ફે કાળુ સુમન હળપતિ હોવાનું ખુલ્યું હતું. જેથી બંનેને પૂછપરછ માટે બોલાવતા તેઓ ગોળ ગોળ વાતો કરતા પોલીસને તેમના પર શંકા ગઈ અને કડકાઇથી પૂછપરછ કરતાં બંને ભાંગી પડ્યા હતા અને બંનેએ સાથે મળી સાદુળ મીરની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
કરાચીથી રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 15 લોકોના મોત, અનેક ઘાયલ
આત્મહત્યા લાગતી ઘટના હત્યા હોવાનું સામે આવતા જ પોલીસે ઉંડાણ પૂર્વક તપાસતા મેહુલ મીરના મૃતક સાદુળની પત્ની જ્યોતિ ઉર્ફે બાવુ મીર સાથે અનૈતિક સંબંધો હોવાનું ખૂલ્યું હતુ. મેહુલની પત્ની અને જ્યોતિ બંને પિતરાઈ બહેનો હોવાથી મેહુલ જ્યોતિના સંપર્કમાં આવ્યો હતો. બીજી તરફ સાદુળ અને જ્યોતિને લગ્ન જીવનના ત્રણ વર્ષે પણ બાળકો ન હતા. જેમાં સાદુળમાં સમસ્યા હોવાથી તેની નવસારીના એક ખાનગી દવાખાનામાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન મેહુલ અને જ્યોતિ વધુ નિકટ આવતા ગયા અને તેઓ વચ્ચે લગ્નેત્તર સંબંધો બંધાયા હતા.
ભૂખ્યા પેટે સૂઈ જતા, 90 રૂપિયા હતો પગાર, છતાં હિંમત ન હારી...આજે છે સફળ બિઝનેસમેન
જેમાં સવા ત્રણ વર્ષના ગાળામાં જ્યોતિએ બે બાળકોને જન્મ આપ્યો હતો. જેથી સાદુળ જ્યોતિ સાથે બાળકોને લઈને ઝઘડો કરતો રહેતો હતો અને જ્યોતિને મારતો પણ હતો. બાળકોનો પિતા કોણ છે એ મુદ્દે વધતા હતા સાદુળના સવાલોથી અકળાયેલી જ્યોતિએ પ્રેમી મેહુલ સાથે મળી પતિ સાદુળને મારવાનો ત્રણ મહિના અગાઉ પ્લાન બનાવ્યો હતો. જેમાં સાદુળનું એક વાછરડું ખોવાઈ જતા ગત 29 જુલાઈ, 2023 ની રાતે મેહુલ મીરે તેના મિત્ર અનિલ હળપતિને 10 હજાર રૂપિયા આપવાની લાલચે સાથે લીધો હતો.
જ્ઞાનવાપી સર્વે દરમિયાન ASIને મળી એક એવી વસ્તુ, હિન્દુ પક્ષ માટે બની શકે મોટો પુરાવો
જેમાં બંનેએ અંદાજે 2 કિમી દૂર ગામની સીમમાં વાછરડું હોવાનું કહી સાદુળને સાથે લઈ ગયા હતા. જ્યાં રાત્રીના અંધારામાં ખેતરાડીમાં આવેલા કૂવા પાસે અનિલે સાદુળને વાતોમાં પડ્યો અને મેહુલે તેને ધક્કો મારી પાણી ભરેલા ઉંડા કૂવામાં ફેંકી દીધો હતો. સાદુળ જ્યાં સુધી પાણીમાં ડૂબી ન ગયો ત્યાં સુધી બંને હત્યારાઓ ત્યાં ઉભા રહ્યા હતા અને પછી ઘરે આવી ગયા હતા. સમગ્ર ઘટના સામે આવતા જ ગ્રામ્ય પોલીસે મેહુલ મીર, તેના મિત્ર અનિલ હળપતિ અને મૃતક સાદુળની પત્ની જ્યોતિ મીરની ધરપકડ કરી હતી. સાથે જ બંને બાળકોના જ્યોતિ અને મેહુલ સાથે DNA ટેસ્ટ કરાવવા સાથે જ તપાસને વેગ આપ્યો છે.
PM એ આપી 24 હજાર કરોડની ભેટ, 508 રેલવે સ્ટેશનોનો થશે કાયાકલ્પ, જાણો સમગ્ર પ્લાન
બાળકો ન થતા પોતાનામાં ખામી હોવાનું જાણતા પતિએ સારવાર શરૂ કરાવી, પણ પત્નીને પિતરાઈ બહેનનાં પતિ સાથે બંધાયેલા અનૈતિક સંબંધો અને તેના થકી થયેલા બે બાળકોને લીધે ઘેરી થયેલી શંકાને કારણે બે પરિવારો વિખેરાયા છે અને બે બાળકોએ માતા પિતાનો પ્રેમ ગુમાવ્યો છે.