PM Modi એ આપી 24 હજાર કરોડની ભેટ, 508 રેલવે સ્ટેશનોનો થશે કાયાકલ્પ, જાણો સમગ્ર પ્લાન

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આજે પીએમ મોદીએ 508 રેલવે સ્ટેશનનો રિડેવલપમેન્ટની આધારશીલા રાખી છે.  અત્રે જણાવવાનું કે આ પ્રોજેક્ટ પર 24 હજાર 470 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. 2025 સુધીમાં આ રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરવાનો લક્ષ્યાંક છે.

PM Modi એ આપી 24 હજાર કરોડની ભેટ, 508 રેલવે સ્ટેશનોનો થશે કાયાકલ્પ, જાણો સમગ્ર પ્લાન

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આજે પીએમ મોદીએ 508 રેલવે સ્ટેશનનો રિડેવલપમેન્ટની આધારશીલા રાખી છે.  અત્રે જણાવવાનું કે આ પ્રોજેક્ટ પર 24 હજાર 470 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. 2025 સુધીમાં આ રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરવાનો લક્ષ્યાંક છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ 508 રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ થશે. જેમાં 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના રેલવે સ્ટેશનો સામેલ છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 508 સ્ટેશનોના પુન:વિકાસની આધારશીલા મૂકી. 

આ 508 રેલવે સ્ટેશનોનો પુન: વિકાસનું કામ આગામી 30 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સ્ટેશનોને સિટી સેન્ટર તરીકે વિક્સિત કરવામાં આવશે. 

— ANI (@ANI) August 6, 2023

શું છે આ યોજના
અત્રે જણાવવાનું કે આ યોજનાનું નામ અમૃત  ભારત સ્ટેશન યોજના છે. જે હેઠળ ભારતના લગભગ 1300 પ્રમુખ રેલવે સ્ટેશન હવે અમૃત ભારત સ્ટેશન તરીકે વિક્સિત કરાશે. આજે 508 અમૃત ભારત સ્ટેશનનું કામ શરૂ થઈ રહ્યું છે. જેમાં લગભગ 24 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. યુપી, રાજસ્થાનના 55 રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થશે. જ્યારે ગુજરાતના પણ કેટલાક રેલવે સ્ટેશનો સામેલ છે. આજે સમગ્ર દુનિયાની નજર ભારત પર છે. વૈશ્વિક સ્તરે ભારતની શાખ વધી છે. 

— ANI (@ANI) August 6, 2023

ભારત અંગે દુનિયાની દ્રષ્ટિ બદલાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતને લઈને દુનિયાની દ્રષ્ટિ બદલાઈ છે. તેના બે મુખ્ય કારણો છે. પહેલું એ કે ભારતના લોકોએ ત્રણ દાયકા બાદ દેશમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવી છે. બીજું, પૂર્ણ બહુમતની સરકારે તેની સ્પષ્ટતા સાથે મોટા મોટા નિર્ણયો લીધા, પડકારોના સ્થાયી સમાધાન માટે કામ કર્યું. 

આધુનિક ટ્રેનોની સંખ્યા વધી
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં આજે આધુનિક ટ્રેનોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આજે દેશનું લક્ષ્યાંક છે કે રેલવેની યાત્રા દરેક મુસાફર માટે દરેક નાગરિક માટે સુલભ હોય અને સુખદ પણ હોય. હવે ટ્રેનથી લઈને સ્ટેશન સુધી તમને એક સારો અનુભવ આપવાનો પ્રયત્ન છે. આઝાદીના અમૃતકાળમાં દેશે પોતાના વારસા પર ગર્વનો પણ સંકલ્પ લીધો છે. આ અમૃત રેલવે સ્ટેશન તેના પણ પ્રતિક બનશે. આ સ્ટેશનોમાં દેશની સંસ્કૃતિ અને સ્થાનિક વારસાની ઝલક જોવા મળશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news