ચેતન પટેલ/સુરત: ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ. 12 સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મૂળ સૌરાષ્ટ્રની અને સુરતમાં રહેતા રત્નકલાકારની દીકરી એ ભારે સફળતા મેળવી છે. ગોપી વઘાસીયાએ 96.28 સાથે એવન ગ્રેડ મળ્યો છે. ગોપી એ જણાવ્યું હતું કે કોરોના કાળમાં તેઓએ હોશિયાર વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવીને અરસ પરસ ડાઉટ ફોન કરીને ભારે મહેનત સાથે આ સફળતા મેળવી છે. જેમાં શિક્ષકો માતા-પિતાનો પૂરતો સપોર્ટ મળ્યો હતો. પિતાએ કાળી મજૂરી કરી હોવાથી આગામી સમયમાં પિતાને ગૌરવ થાય તે પ્રકારે સીએ બનીને નામ રોશન કરવાની ઈચ્છા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતા રત્ન કલાકાર
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગુંદાશ્રી ગામના વતની ચીમનભાઈ વઘાસીયાની પુત્રી ગોપીએ ધોરણ-12માં એ વન ગ્રેડ મેળવવાની સાથે પરિવારનું નામ રોશન કર્યું છે. પિતા ચીમનભાઈ ઘણા વર્ષોથી સુરતમાં રત્નકલાકાર એટલે કે હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પપ્પાની મહેનત જોઈને ગોપીએ પણ ધોરણ 12 માં ભારે મહેનત કરી જેના કારણે આજે સારું પરિણામ મળ્યું છે.


GSEB Gujarat Board 12 Result ; ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર, આદિવાસી જિલ્લો ડાંગનું સૌથી વધુ પરિણામ, તો શિક્ષણનગરી જ પરિણામમાં પાછળ ધકેલાઈ


હોશિયાર વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવ્યું
ગોપીએ જણાવ્યું હતું કે ધોરણ11 વખતે કોરોના સમય હોવાથી ઓનલાઇન અભ્યાસની સાથે સાથે હોશિયાર વિદ્યાર્થીઓનું સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવ્યું હતું. જેમાં એક બીજા પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરતા હતા સાથે જ રોજને આઠથી દસ કલાક મહેનત કરતા હતા.


સીએ બનવાની ઈચ્છા
ગોપીએ જણાવ્યું હતું કે, પિતાની ઈચ્છા કંઇક કરી બતાવવાની હતી જેના કારણે ધોરણ 12 માં ખૂબ મહેનત કરે અને આગામી સમયમાં સીએ બનીને સીએની ઓફિસ ખોલી પરિવારને મદદરૂપ થવાની તથા પરિવારનું ગૌરવ વધારે નામ રોશન કરવું છે. તથા પિતાને આજે હું એટલું જ કહીશ કે એમણે મારા માટે જે મહેનત કરી છે તે હું આગામી સમયમાં તેમને નિરાશ થવા નહીં દઉં.


GSEB Gujarat Board 12 Result : દિવ્યાંગ સ્મિતે બોર્ડના પરિણામમાં ડંકો વગાડ્યો, રાઈટરની મદદથી પરીક્ષા આપીને 99.97 પર્સન્ટાઈલ મેળવ્યા


પરિવારનો સપોર્ટ મળ્યો
વઘાસીયા પરિવારનો ગોપીને પૂરતો સપોર્ટ મળ્યો હતો. ગોપીનો મોટોભાઈ એલએલબી કરી રહ્યો છે. જે પણ ગોપીને મદદ કરતો હતો તથા માતા કૈલાસબેન ગોપીને રાત્રે કે જ્યારે પણ જરૂર હોય ત્યારે જાગીને સપોર્ટ કરતા હતા તથા નાસ્તો કરાવવામાં તથા રાત્રે ચા પાણી પણ કરાવતા હતા. મોટોભાઈ ગૌરવ પણ ગોપીને પણ આગળ ભણવાની પરિવારે પૂરતી મદદ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube